2023માં ભારત અને ચીન ચલાવશે દુનિયા, દુનિયાની મોટી બેંકનો દાવો

PC: livemint.com

વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિમાં લગભગ અડધું યોગદાન ભારત અને ચીનનું રહેશે. આ અમારું નહીં, પરંતુ ઇન્ટરનેશનલ મુદ્રા કોષ (IMF)નું કહેવું છે. વૈશ્વિક એજન્સીએ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતનો વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2023-24માં 6.1 ટકા રાહવાના પોતાન અનુમાનને યથાવત રાખ્યો છે. પોતાના હાલના વૈશ્વિક આઉટલુક અપડેટમાં IMFએ અનુમાન લગાવ્યું છે કે ભારત ઝડપથી વૃદ્ધિ કરનારી અર્થવ્યવસ્થા બનેલી રહેશે.

આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં અડધાનું યોગદાન ભારત અને ચીનનું હશે, જ્યારે અમેરિકા અને યુરોપ ક્ષેત્રનું તેમાં માત્ર 10 ટકા જ ભાગીદારી હશે. જો કે, વર્ષ 2023 (નાણાકીય વર્ષ 2024)માં ભારતનો વૃદ્ધિ દર ઓછો થઇને 6.1 ટકા રહેશે, જે વર્ષ 2022 (નાણાકીય વર્ષ 2023)માં 6.8 ટકા રહેવાનું અનુમાન હતું. બાહ્ય પડકારો છતા ઘરેલુ માગ મજબૂત થવાથી નાણાકીય વર્ષ 2025માં ભારતનો વૃદ્ધિ દર 6.8 ટકા પર પહોંચી શકે છે.

IMFએ વૈશ્વિક વૃદ્ધિનું અનુમાન 20 આધાર અંક વધારીને 2.9 ટકા કરી દીધા છે, પરંતુ સાથે જ એમ પણ કહ્યું છે કે જોખમના કારણે તેમાં ઘટાડાની આશંકા બનેલી છે, પરંતુ ઓક્ટોબર 2022ના રિપોર્ટ બાદ રિસ્કમાં થોડો ઘટાડો આવશે.IMFના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે ઓલિવર ગૌરિનચાસે બ્લોગમાં લખ્યું કે, ‘ગયા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત શ્રમ બજાર, પરિવારમાં વપરાશ વધવા અને બિઝનેસનું રોકાણ વધવા તથા યૂરોપમાં ઉર્જા સંકટ આશયથી ઓછું રહેવાથી આર્થિક વૃદ્ધિમાં મજબૂતી દેખાઇ હતી.

ચીન દ્વારા પોતાના બજાર અચાનક ખોલવાથી આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી સુધારાનો રસ્તો સાફ થયો છે. તેમણે કહ્યું કે, ઘણી અર્થવ્યવસ્થાઓમાં ટાળવામાં આવેલી માગ આવવા કે ઝડપથી ઘટાડો આવવાથી પણ વૃદ્ધિમાં પ્રોત્સાહન મળ્યું છે, પરંતુ ચીનમાં કોરોનાના પ્રસાર અને રશિયા-યુક્રેનમાં યુદ્ધમાં તેજી આવવા જેવા જોખમ અત્યારે પણ યથાવત છે. તેમાં લોન સંકટ વધી શકે છે. મોંઘવારી વધવાથી નાણાંકીય બજારમાં ઉથલ-પાથલ વધી શકે છે અને ભૂ-રાજનૈતિક તણાવ વધવાથી આર્થિક પ્રગતિને ધક્કો લાગી શકે છે. IMFએ મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં માત્ર બ્રિટન જ વર્ષ 2023માં મંદીમાં ફસવાનું અનુમાન લગાવ્યું છે. જર્મનીમાં 0.1 ટકા અને રશિયામાં 0.3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp