હવે ATM માંથી પૈસા કાઢવા પડશે મોંઘા, રિઝર્વ બેંકે વધારી આ ફી

PC: livemint.com

હવે બેંક કસ્ટમર્સ માટે ATMથી કોઈ મહિનામાં ફ્રી લિમિટથી વધારે લેવડ-દેવડ કરવી મોંઘી પડશે. રિઝર્વ બેંકે ગ્રાહકો પાસે લેવામાં આવતા કસ્ટમર ચાર્જ અને નોન બેંક ATM ચાર્જમાં વધારો કરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ATMથી લેવડ-દેવડ પર ઇન્ટરચેન્જ ફીસ વધારી દીધી છે. તેનો અર્થ એ છે કે જો તમે બેંકની જગ્યાએ કોઈ બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢો છો તો ફ્રી લિમિટથી વધારે ટ્રાન્ઝેક્શન પર તમારા વધારે પૈસા કપાશે. આ વધારો 1 ઓગસ્ટ 2021થી લાગુ થશે.

આ રીતે રિઝર્વ બેંકે કસ્ટમર ચાર્જની સીમા પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન 20થી વધારીને 21 રૂપિયા કરી દીધી છે. તેનો અર્થ એ છે કે તમારા બેંકના ATMમા પણ ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પાર કરવા પર તમારે હવે વધારે ચાર્જ આપવો પડશે. રિઝર્વ બેંકે કહ્યું કે આ નવા ચાર્જ કેશ રિસાઈકલર મશીન માટે પણ લાગુ થશે. જોકે આ વધારો 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. રિઝર્વ બેંક બધા બેંક ATMમા નાણાકીય લેવડ-દેવડ માટે ઇન્ટરચેન્જ ફીસ 15થી 17 રૂપિયા કરી દીધી છે. આ રીતે ગેર નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે ફીસ 5થી વધારીને 6 રૂપિયા કરી દેવામાં આવી છે.

નાણાકીય ટ્રાન્ઝેક્શનનો અર્થ પૈસા કાઢવા સાથે છે અને ગેર નાણાકીય ટ્રાન્ઝેક્શનનો અર્થ બેલેન્સ ચેક કરવું વગેરે છે. ઉલ્લખનીય છે કે ગ્રાહકો પાસે બેંકના ATMથી દર મહિને મેટ્રો શહેરોમાં 3 વખતે અને નોન મેટ્રો શહેરોમાં 5 વખતે ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારબાદ આ ચાર્જ લાગે છે એટલે કે જો આ સીમાથી વધારે તમે ટ્રાન્ઝેક્શન કર્યું તો હવે તે મોંઘું પડશે. જૂન 2019મા ઇન્ડિયન બેંક એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી.

આ કમિટીની ભલામણોના આધાર પર આ બદલાવ કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે સમિતિની ભલામણો પર વ્યાપક પ્રમાણમાં બદલાવ કરવામાં આવ્યો છે. એ પણ જોવામાં આવ્યું કે ATM ટ્રાન્ઝેક્શન પર ઇન્ટરચેન્જ ફીસમાં એ પહેલા બદલાવ ઓગસ્ટ 2012મા કરવામાં આવ્યો હતો. એ જ રીતે કસ્ટમર્સ પાસે લેવામાં આવતા ચાર્જમાં ગત વખતે ઓગસ્ટ 2014મા બદલાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે બેંક પોતાના ગ્રાહકોને પોતાના ATMથી એક નિશ્ચિત સીમા સુધી ટ્રાન્ઝેક્શન ફ્રી આપે છે, ત્યારબાદ તેના પર પણ ચાર્જ લાગે છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે ગ્રાહકોને પોતાના બેંક ATMથી દર મહિને 5 ટ્રાન્ઝેક્શન નાણાકીય કે ગેર નાણાકીય જ ફ્રી ઉપલબ્ધ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp