EDના દરોડા બાદ બાયનાન્સનો વઝીરેક્સમાં હિસ્સેદારી હોવાનો ઇનકાર

PC: beingcrypto.com

ભારતના ડિજિટલ કરન્સી એક્ચેન્જ વઝીરેક્સ પર EDના દરોડા પડ્યા અને 64 કરોડ રૂપિયા ફ્રીઝ થયા બાદ અમેરિકન ક્રિપ્ટો એક્સચેન્જ બાયનાન્સે કહ્યું કે, તેની વઝીરેક્સમાં કોઇ હિસ્સેદારી નથી. કંપનીના CEO શાંગપોંગ જાઓએ ટ્વીટર પર લખ્યું કે, તેની કંપની વઝીરેક્સની માલીક નથી. તેમણે કહ્યું કે, 2019માં વઝીરેક્સના અધિગ્રહણની ડીલ શરૂ થઇ હતી પણ તે કદી પૂરી ન થઇ શકી, જાઓએ લખ્યું કે, વઝીરેક્સનું પરિચાલન કરવા વાળી જનમાઇ લેબ્સમાં બાયનાન્સની કોઇ હિસ્સેદારી નથી.

તેમણે સાથે એ પણ કહ્યું કે, બાયનાન્સ તેમને વોલેટ સર્વિસ માટે ટેક્નીકલ સહાયતા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, વઝીરેક્સ પર કોઇ પણ પ્રકારના એક્સચેન્જ, યુઝર સાઇનઅપ, કેવાઇસી, ટ્રેડિંગ અને વિથડ્રોઅલ માટે વઝીરેક્સ જવાબદાર છે. જાઓએ વઝીરેક્સની સાથે નામ જોડાવાથી લઇને દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, તે EDની દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે.

પ્રવર્તન નિર્દેશાલયે શુક્રવારે કહ્યું કે, વઝીરેક્સ વિરૂદ્ધ મની લોન્ડરિંગના મામલાની તપાસના મુદ્દામાં તેણે 64.67 કરોડ રૂપિયા બેન્કમાં જમા કરાવવા પર રોક લગાવી છે. વઝીરેક્સ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે, FEMAના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. EDએ કહ્યું કે, તેણે વઝીરેક્સની માલિક જનમાઇ લેબ પ્રાઇવેટ લિમિટેડ વિરૂદ્ધ 3જી ઓગસ્ટ બાદ હૈદરાબાદમાં દરોડાની કાર્યવાહી કરી છે. ક્રિપ્ટો એક્સચેન્જ વિરૂદ્ધ એજન્સીની તપાસ ભારતમાં ચાલી રહેલી ચીનની કેટલીક લોન આપનારી એપ વિરૂદ્ધ ચાલી રહેલી તપાસથી સંબંધિત છે. ગયા વર્ષે વઝીરેક્સ પર ફેમાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

EDએ કહ્યું કે, વઝીરેક્સના નિર્દેશક સમીર મ્હાત્રેની વઝીરેક્સના ડેટાબેઝ પર દૂર રહેતા પણ પહોંચ હતી. તે છતાં તે ક્રિપ્ટો એસેટ્સથી સંબંધિત ટ્રાન્ઝેક્શનનું વિવરણ નથી આપી રહ્યા. આ એસેટ્સ ઇંન્સ્ટન્ટ લોન આપનારી એપ દ્વારા કરવામાં આવેલા અપરાધની કમાણીથી ખરીદવામાં આવી છે. ગયા સપ્તાહમાં નાણાં મંત્રી નિર્મલા સિતારમણે સંસદને કહ્યું કે વઝીરેક્સ વિરૂદ્ધ ફેમાના ઉલ્લંઘન હેઠળ 2 મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. સરકાર હવે ધીમે ધીમે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ બેન લગાવવાની પ્રયાસો કરી રહી છે અને સરકાર તે તરફ પગલા પણ લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp