કરોડપતિ હતો શખ્સ, ક્રિપ્ટોકરન્સીમાં એક ઝટકામાં થયો કંગાળ

PC: livemint.com

એક બીટકોઈન ટ્રેડરે ખુલાસો કર્યો છે કે, પાસવર્ડ ચોરી થયા બાદ લગભગ 15 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી ગુમાવી દીધી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની કહાની શેર કરી છે. આ શખ્સે કહ્યું કે, જો પાસવોર્ડ ચોરી ન થયા હોત તો આજે તે કરોડપતિ હોત. રેડિટ યુઝર TomokoSlankardએ આ ઘટનાને ‘તમારી ક્રિપ્ટોને લઈને ડરામણી કહાની શું છે?’ નામના ટાઇટલ સાથે શેર કરી છે. યુઝરે લખ્યું કે, પાસવોર્ડ ચોરી થઈ ગયા બાદ લગભગ 2 મિલિયન ડૉલરની ક્રિપ્ટોકરન્સી ગુમાવી દીધી છે.

શખ્સે દાવો કર્યો કે, હેકર્સ એ સર્વરમાં પ્રવેશી ગયા, જ્યાં પાસવોર્ડ સેવ હતો. તેણે આ બીટ કોઈનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે એનક્રિપ્ટેડ હાઇ ડ્રાઇવમાં સ્ટોર કર્યા હતા પરંતુ, હેકર્સે તેના પર જ હુમલો કરી દીધો. શખ્સે કહ્યું કે, પાસવોર્ડ ચોરી થઈ ગયા બાદ તે હવે પોતાની બીટ કોઈન રકમ પાછો મેળવી નહીં શકે. બીટ કોઈન ટ્રેડર શખ્સે પોતાની પોસ્ટમાં દાવો કર્યો કે, તેણે શરૂઆતમાં 20 હજાર ડૉલરનું રોકાણ કર્યું હતું. જો પાસવોર્ડ ચોરી કર્યો ન હોત તો તે એક કરોડપતિની જિંદગી વિતાવી રહ્યો હોત.

TomokoSlankardની પોસ્ટ પર ઘણા એવા ટ્રેડર્સે એવી જ કહાની શેર કરી છે. એક શખ્સને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે પાસવર્ડ કઇ રીતે ગુમાવ્યો તો તેણે કહ્યું કે, બેકઅપ સર્વર હેક થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ઘણા લોકો એવા છે જે આ ડિજિટલ કરન્સીને સમર્થન કરે છે જ્યારે ઘણા એવા લોકો પણ છે જે તેની અસ્થિરતા અને અસુરક્ષિત હોવા પર વિરોધ કરે છે. લોકો પોતાની નાનકડી ભૂલના કારણે પોતાની મોટી રકમ બીટ કોઇનમાં ગુમાવી દે છે.

શું હોય છે ક્રિપ્ટોકરન્સી?

ક્રિપ્ટોકરન્સી બે શબ્દોને મળીને બન્યો છે. Crypto જે લેટિન ભાષાનો શબ્દ છે જે Cryptography શબ્દ પરથી બન્યો છે જેનો અર્થ થાય છે છુપાયેલો/છુપાયેલી. જ્યારે Currency પણ લેટિન ભાષાના Currentia શબ્દ પરથી આવ્યો છે. જેનો રૂપિયા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો ક્રિપ્ટોકરન્સીનો અર્થ થયો કે છૂપાયેલા પૈસા, ગુપ્ત પૈસા કે ડિજિટલ રૂપિયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp