રિયલ એસ્ટેટમાં તેજી, જાણો 14000 કરોડના પ્રોજેક્ટ ક્યાં લોન્ચ થયા છે

PC: constructionweekonline.in

ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા ઘટતાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી તેજી આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યના શહેરોમાં બિલ્ડરોએ 14000 કરોડના પ્રોજેક્ટ લોંચ કર્યા છે જ્યારે અગાઉની સ્કીમોમાં ખરીદારો નિકળ્યા છે. જો કે છેલ્લા દોઢ વર્ષમાં મહામારીના કારણે પડેલો આર્થિક ફટકો પૂર્ણ કરવા માટે બિલ્ડરોની સ્કીમોમાં પ્રોપર્ટીના ભાવમાં સીધો 20 ટકાનો વધારો આવી ગયો છે.

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં છેલ્લા ત્રણ મહિનામાં બિલ્ડર્સ અને ડેવલપર્સે 13508 કરોડના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે તેમજ એપ્રિલ-જૂન દરમિયાન લોન્ચ થયેલા કુલ પ્રોજેક્ટ્સમાંથી 6285 કરોડના પ્રોજેક્ટ્સ તો માત્ર અમદાવાદમાં શરૂ થયા છે.

કોરોના બાદ લોકોની માનસિકતા બદલાતાં જે લોકો વન બીએચકેમાં રહેતા હતા તેઓ હવે ટુ બીએચકેમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ ઉપરાંત અપર મિડલ ક્લાસ ફ્લેટમાંથી બંગલો કે ફાર્મ હાઉસ કોન્સેપ્ટ તરફ વળ્યા છે અને ફરવા નથી જવાતું તો એમિનિટી વધારે હોય તેવા પ્રોજેક્ટ્સમાં જઈ રહ્યા છે. આ બદલાવને કારણે બિલ્ડર્સ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું સાહસ કરી રહ્યા છે. ગત વર્ષની તુલનાએ અત્યારે રેસિડેન્સમાં ડિમાન્ડ સારી છે તેથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ આવી રહ્યું છે.

ગુજરાતમાં 4,444 કરોડના રેસિડેન્શિયલ અને 6,919 કરોડના મિક્સ (રહેણાક અને કોમર્શિયલ ભેગા) પ્રોજેક્ટ લોન્ચ થયા હતા. કોમર્શિયલમાં 1962 કરોડનું રોકાણ આવ્યું હતું. ગુજરાત રેરાની વેબસાઇટ મુજબ, નાણાકીય વર્ષ 2021-22માં એપ્રિલથી અત્યારસુધીમાં 13,508 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે જેમાંથી 6285 કરોડના પ્રોજેક્ટ્સ અમદાવાદમાં શરૂ થયા છે. આ સિવાય વડોદરામાં 2500 કરોડ, સુરતમાં 1711 કરોડ અને ગાંધીનગરમાં 1135 કરોડના પ્રોજેક્ટ શરૂ થયા છે.

આ ઉપરાંત આજે પણ અમદાવાદની તુલનાએ ગાંધીનગર વધારે શાંત હોવાથી લોકો અહી રહેવાનું પસંદ કરી રહ્યા છે. જેથી ગાંધીનગરમાં નવા પ્રોજેન્ટસ વધ્યા છે. ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગ હેઠળ ઘણી નવી જમીન ખુલ્લી થઈ છે અને નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના ગામડાઓમાં નવા નવા પ્રોજેક્ટ શરૂ થઇ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp