સસ્તી ખેતીની દિશામાં એક મોટું પગલું, આવી ગયું ગોબરથી ચાલનારું ટ્રેક્ટર

PC: tractornews.in

ખેતીમાં મોટો ખર્ચ ખેડાણ અને વાવણી પર થાય છે. આવનારા સમયમાં આ ખર્ચ ઘટવાના અણસાર છે. ટ્રેક્ટર બનાવનારી કંપની ન્યુ હોલેન્ડે આ દિશામાં મોટું રોકાણ કર્યું છે. તેમણે એવું ટ્રેક્ટર બનાવ્યું છે, જે લિક્વિફાઈડ મિથેનથી ચાલે છે. આ ગેસ ગોબરમાંથી બને છે. મતલબ આ રીતના ટ્રેક્ટરોમાં મોંઘુ ડિઝલ ભરવાની જરૂર પડતી નથી. ગોબર ગેસથી પ્રાકૃતિક ઈંધણ પર ચાલનારું આ ટ્રેક્ટર પરફોર્મન્સના હિસાબે પણ દમદાર છે.

આ ડિઝલથી ચાલનારા ટ્રેક્ટર જેટલું જ પાવરફુલ છે. આગળ જઈને તેનાથી ન માત્ર કાર્બન એમિશન ઘટાડવામાં મદદ મળશે પરંતુ ખેડૂતો માટે રોજગાર અને સમૃદ્ધિના રસ્તા પણ ખોલી શકે છે. કંપનીના કહેવા પ્રમાણે, ગાય-ભેંસના ગોબરમાંથી સરળતાથી મિથેન ઉત્પન્ન કરવામાં આવી શકે છે. આ સર્કુલર ઈકનોમિક મોડલના રસ્તાને તૈયાર કરે છે. આ ટ્રેક્ટર 270 હોર્સ પાવરનું છે. ડિઝલથી ચાલનારા ટ્રેક્ટર જેટલું જ દમદાર છે. ન્યુ હોલેન્ડે આ ટ્રેક્ટરને બ્રિટિશ કંપની બેનામૈનની સાથે પાર્ટનરશીપમાં બનાવ્યું છે. કંપની ઘણા વર્ષોથી બાયોમિથેન પ્રોડક્શન પર રિસર્ચ કરી રહી છે.

આ ટ્રેક્ટરોમાં ક્રાયોજેનિક ટેન્ક ફીટ કરવામાં આવે છે. તેમાં ગાય-ભેંસના ગોબરને ઈંધણમાં બદલવામાં આવે છે. આ ઈંધણને ફ્યુજિટીવ મિથેન કહેવાય છે. તેને ખેતરમાં જ બાયોમિથેન સ્ટોરેજ યુનિટમાં રાખવામાં આવે છે. આ ટેન્ક શૂન્યથી નીચે 162 ડિગ્રી સે. પર મિથેનને લિક્વિડ ફોર્મમાં રાખે છે. તેનાથી ટ્રેક્ટરને ડિઝલ જેટલો જ પાવર મળે છે. ખાલી ઉત્સર્જન ઓછું થાય છે.

ટ્રેક્ટરના કરવામાં આવેલા ટેસ્ટિંગમાં ખબર પડી કે ટ્રેક્ટર માત્રએક વર્ષમાં કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને 2500 ટનથી ઘટીને 500 ટન પર લઈ આવે છે. બેનામૈનના સહ-સંસ્થાપક ક્રિસ મેન કહે છે કે આ યોગ્ય રીતે દુનિયાનું પહેલું ટી-7 લિક્વિડ ફ્યુલ્ડ ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની તાકાત રાખે છે. તેના લીધે ખેડૂતોની ખેતીનો ખર્ચો ઘટી શકે છે.

આ સર્કુલર ઈકોનોમીનો રસ્તો ખોલે છે. કંપની આ ટેકનોલોજીને વધારે વિસ્તાર આપવા અંગે પણ વિચારી રહી છે. તેના દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ઈલેક્ટ્રીક વાહનોને ચાર્જ કરવાના કામમાં લાવી શકાય તેમ છે. ભવિષ્યમાં બાયોમિથેનનો ઉપયોગ અન્ય વાહનોમાં પણ ઉપયોગ કરવાની કંપનીની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp