બંધ થયેલી નોટો કરતા હાલમાં કરન્સી સરક્યુલેશનનો આંકડો વધી ગયો

PC: hindustantimes.com

9 નવેમ્બર 2016માં થયેલી નોટબંધી વખતે 500 રૂપિયા અને 1000ના દરની ચલણી નોટની કિંમત માર્કેટમાં ત્યારે 17.97 લાખ કરોડ હતી. પરંતુ નોટબંધી બાદ નવી રૂપિયા 500 અને 2000ના દરની નવી ચલણી નોટો માર્કેટમાં સર્ક્યુલેટ કરવામાં આવી હતી. આ નવા ચલણથી દેશમાં કરન્સી સરકયુલેશન રૂપિયા 20.65 લાખ કરોડ પહોંચ્યુ છે.જે દેશમાં રોકડના સર્ક્યુલેશનની નવી ઉંચાઈ દર્શાવે છે.

નોટબંધી પૂર્વે દેશમાં ચલણી નાણું 17.97 લાખ કરોડ હતી. દેશમાં રોકડનું સરકયુલેશન નવી ઉંચાઇએ પહોંચ્યુ છે. નોટબંધી પૂર્વ ચલણમાં રોકડ રૂ. 17.97 લાખ કરોડ હતી જે 18 જાન્યુઆરી 2019ના રોજ રૂપિયા 20.65 લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી ગયું છે. જેથી નોટબંધીનું સુરસુરીયું થઈ ગયું હોય તેમ અમુક નિષ્ણાંતો માની રહ્યાં છે. કારણ કે નોટબંધીથી ચલણી નાણું ઓછું કરવાની સરકારે વાત કરી હતી અને ડિજીટલ ટ્રાન્જેક્શન પર ભાર મુક્યો હતો પરંતુ દેશમાં ચલણી નાણું વધતાં સરકારના તમામ દાવા ખોટા સાબિત થયાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ નોટબંધીમાં સરકારને 99 ટકા કરતાં વધુ રકમ પાછી મળી ગઈ હતી. ત્યારે હવે ચલણી નાણું વધી જતાં નોટબંધીના તમામ ઉદ્દેશ્યો વિફળ ગયાંહોવાનું પણ અમુક નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે એવો પણ સામે દાવો કરવામાં આવે છે કે 2000ના દરની ચલણી નોટના કારણે રૂપિયા વધારે માર્કેટમાં છે જ્યારે નોટ તો પહેલા કરતાં ક્યાંય ઓછી માર્કેટમા સર્ક્યુલેટ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp