રામદેવ-બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટનું ધરપકડ વોરંટ ઈશ્યુ, જાણો શું છે મામલો

PC: instagram.com/swaamiramdev/

આયુર્વેદિક દવા અંગે ભ્રામક દાવાઓના કિસ્સામાં યોગ ગુરુ રામદેવ અને દિવ્યા ફાર્મસીની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. કેરળની એક કોર્ટે અંગ્રેજી અને મલયાલમ અખબારોમાં ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાના કેસમાં તેમની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. આ વોરંટ દિવ્યા ફાર્મસી અને તેના સહ-સ્થાપક રામદેવ અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રામદેવ વિરુદ્ધ વોરંટ 16 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યું હતું. આ પલક્કડના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ II દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ કેસમાં આગામી તારીખ 1 ફેબ્રુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવ્ય ફાર્મસી પતંજલિ આયુર્વેદની સંલગ્ન કંપની છે.

આ કેસમાં ફરિયાદ ડ્રગ્સ અને જાદુઈ ઉપચાર (વાંધાજનક જાહેરાતો) અધિનિયમ, 1954ની કલમ 3, 3(b) અને 3(d) હેઠળ ડ્રગ ઇન્સ્પેક્ટરના અહેવાલના આધારે દાખલ કરવામાં આવી હતી. કલમ 3 ચોક્કસ રોગો અને વિકારોની સારવાર માટે ચોક્કસ દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. કલમ 3(d) એવી દવાઓની જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે, જે કાયદા હેઠળ બનાવેલા નિયમોમાં ઉલ્લેખિત કોઈપણ રોગ, વિકાર અથવા રોગની સ્થિતિનું નિદાન, ઉપચાર, શમન, સારવાર અથવા અટકાવવાનો દાવો કરે છે.

આ કેસમાં દિવ્યા ફાર્મસી કંપનીને પ્રથમ આરોપી બનાવવામાં આવી છે. આમાં આચાર્ય બાલકૃષ્ણને બીજા આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેની સાથે સંકળાયેલા રામદેવને આ કેસમાં ત્રીજા આરોપી બનાવવામાં આવ્યા છે. કેરળના કોઝિકોડ જિલ્લામાં પણ તેમની સામે આવો જ એક કેસ ચાલી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચેતવણી આપી હતી કે, જો તેઓ કાયદાની વિરુદ્ધ ભ્રામક જાહેરાતો અને તબીબી દાવાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ અવમાનનાની કાર્યવાહી શરૂ કરશે. આ પછી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા આધુનિક અથવા 'એલોપેથિક' દવાને લક્ષ્ય બનાવતા ભ્રામક દાવાઓ અને જાહેરાતો અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. એલોપેથી જેવી આધુનિક દવા પ્રણાલીઓ વિરુદ્ધ ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ પતંજલિ આયુર્વેદ ઉત્પાદનો સુપ્રીમ કોર્ટની તપાસ હેઠળ હતા. ત્યાર પછી, કોર્ટે પતંજલિ આયુર્વેદને એલોપેથીને બદનામ કરતી ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા અને અમુક રોગોની સારવાર વિશે ખોટા દાવા કરવા બદલ અવમાનના નોટિસ પાઠવી હતી.

રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ દ્વારા જાહેર માફી માંગ્યા પછી, સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારી લીધી. ત્યાર પછી તેમની સામેના અવમાનનાના કેસ બંધ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp