શું MLA અને MP આવકવેરો નથી ભરતા? જાણો ભારતમાં ક્યા લોકોને ટેક્સ ભરવામાંથી છૂટ છે

PC: khabarchhe.com

હાલમાં જ મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે માત્ર ધારાસભ્યોએ જ ટેક્સ ભરવાનો રહેશે. આ સાથે 18મી લોકસભાના સાંસદોને અપાતી સુવિધાઓમાં પણ આવકવેરાની વાત થઇ રહી છે. ત્યારથી, લોકોના મનમાં પ્રશ્ન એ છે કે, શું સાંસદો કે ધારાસભ્યોએ તેમની કમાણી પર આવકવેરો ચૂકવવો પડે છે અને જો એમ હોય તો તેમના માટે કેટલા અલગ નિયમો શું છે. તો ચાલો જાણીએ કે ભારતમાં રાજકારણીઓ માટે આવકવેરાના નિયમો શું છે...

અહીં તમને જણાવી દઈએ કે, એવું નથી કે સાંસદોએ ટેક્સ ભરવો પડતો નથી, સાંસદોએ પણ ઈન્કમ ટેક્સ ભરવો પડે છે. ફરક માત્ર એટલો છે કે, સાંસદો કોઈના કર્મચારી નથી અને તેઓ કોઈ સંસ્થામાં કામ કરતા નથી. તેઓ જનતા દ્વારા ચૂંટાયા છે, તેથી તેમના માટે અલગ વ્યવસ્થા છે. સંસદના સભ્યોની કમાણી 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' તરીકે ગણવામાં આવે છે અને તેના પર કર લાગે છે. જો કે, તેમને તેમની સંપૂર્ણ આવક પર ટેક્સ ચૂકવવો પડતો નથી.

સાંસદોએ માત્ર તેમના પગાર પર જ ટેક્સ ચૂકવવો પડે છે, જ્યારે તેમને મળતા અન્ય ભથ્થાઓને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. સાંસદોને મળતા દૈનિક ભથ્થા, બેઠક ભથ્થા અને ઓફિસ ભથ્થાને આવકવેરાથી દૂર રાખવામાં આવ્યા છે. જો કે, એવું નથી કે તેમની પાસેથી TDSના રૂપમાં ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેમણે જાતે જ આવકવેરો ચૂકવવો પડતો હોય છે. આવી સ્થિતિમાં સાંસદોએ તેમને મળતા 1 લાખ રૂપિયાના પગાર પર ટેક્સ ચૂકવવો પડશે. આ સિવાય કેટલાક ભથ્થાઓ છે જેના પર ટેક્સ ચૂકવવો પડે છે, જે સામાન્ય ભથ્થામાં સામેલ નથી.

ધારાસભ્યો માટેના નિયમો દરેક રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે. દરેક રાજ્યમાં ધારાસભ્યનો પગાર પણ અલગ-અલગ હોય છે અને ત્યાં પગાર પર ટેક્સ પણ ભરવો પડે છે. પરંતુ અમુક ભથ્થાં પર ટેક્સ ભરવાનો થતો નથી. પરંતુ, કેટલાક રાજ્યો એવા છે, જ્યાં ધારાસભ્યોના પગાર પર ટેક્સ રાજ્ય સરકાર ચૂકવે છે. અત્યાર સુધી આ યાદીમાં મધ્યપ્રદેશનો પણ સમાવેશ થતો હતો, પરંતુ હવે મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે, હવે ધારાસભ્યોએ પોતાનો ઈન્કમ ટેક્સ પોતે જ ભરવો પડશે. છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સરકાર ધારાસભ્યોનો ટેક્સ ચૂકવે છે.

આ સિવાય PM અને રાષ્ટ્રપતિએ તેમના પગાર પર ટેક્સ ચૂકવવો પડે છે. ભારતમાં સિક્કિમ એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં લોકોને તેમની કમાણી પર આવકવેરો ચૂકવવો પડતો નથી. સિક્કિમ ઈન્કમ ટેક્સ મેન્યુઅલ 1948 મુજબ, સિક્કિમના રહેવાસીઓએ આવક પર ટેક્સ ચૂકવવો પડતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp