ઇલેક્ટ્રિક વાહન ધારકોને હવે લાભ જ લાભ, સરકારની આગળની યોજનાઓ વિશે ગડકરીએ કહ્યું
જો તમારી પાસે પણ ઈલેક્ટ્રિક વાહન છે અથવા તો તમે તેને ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઘણા ઉપયોગી છે. હા, કારણકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની આવનારી નવી યોજનાથી તમને લાભ જ લાભ થશે. ગડકરીએ મુંબઈમાં એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, સરકાર દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની યોજના બનાવી રહી છે. આ પહેલા પણ તેઓ ઘણા અલગ-અલગ કાર્યક્રમમાં દિલ્હી-જયપુર ઇલેક્ટ્રિક હાઇવેનો ઉલ્લેખ કરી ચુક્યા છે.
ઇલેક્ટ્રિક હાઇવે એ રસ્તાઓ અથવા હાઇવેનું નેટવર્ક છે, જે ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે બનાવવામાં આવેલા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હોય છે. આ હાઇવે સામાન્ય રીતે ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે લાંબા અંતરની મુસાફરીને વધુ અનુકૂળ બની રહે તે માટે રૂટ પર જ ચાર્જિંગ સિસ્ટમની સુવિધા આપે છે. તાજેતરમાં, એક સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ મુજબ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર ઇન્ટરસિટી પબ્લિક ટ્રાન્સપોર્ટના ઇલેક્ટ્રિફિકેશન દ્વારા ઇંધણના વપરાશ અને વાહન પ્રદુષણને ઘટાડવાના પ્રયાસમાં ગોલ્ડન ચતુર્ભુજ સાથે ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે.
સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકારનો ટાર્ગેટ 6,000 Kmના ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનો છે. ઇલેક્ટ્રિક ગતિશીલતાને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા અને સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક બસોને ચલાવવાની પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ આગામી સાત વર્ષમાં શરૂ કરવામાં આવનાર છે. E-હાઈવેમાં ગ્રીન એનર્જી પર ચાલતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ચાર્જ કરવાની સુવિધા હશે. આ પહેલ 2030-PM પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોગ્રામનો એક ભાગ છે.
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇલેક્ટ્રિક હાઇવેનો વિકાસ અને ઇલેક્ટ્રિક બસોના પ્રવેશ સાથે જ થવાની સંભાવના છે, જે ભારતમાં EV માટે ઇકોસિસ્ટમની સ્થાપનાને વેગ આપશે. નવા E-હાઈવેથી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ મળવાની અપેક્ષા છે, જેના કારણે વધુને વધુ લોકો રોજિંદા મુસાફરી માટે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત થશે.
ગયા વર્ષે ઇલેક્ટ્રિક કારનું વેચાણ વધીને 83,000 યુનિટ થયું હતું. જોકે તેમના વેચાણનો લક્ષ્યાંક એક લાખ રાખવામાં આવ્યો હતો. પ્રથમ વખતના ઘણા ખરીદદારોએ ઈલેક્ટ્રિક વાહનોને તેમના પરિવહનના પ્રાથમિક માધ્યમ તરીકે પસંદ કરવામાં ખચકાટ દર્શાવ્યો છે, મુખ્યત્વે શ્રેણી અંગેની ચિંતા અને દેશમાં અપૂરતી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે. પરિણામે, ગ્રાહકો EVsને પ્રાથમિક વાહનને બદલે ગૌણ અથવા તૃતીય વિકલ્પ તરીકે જોય છે.
ગડકરીએ એમ પણ કહ્યું કે, સરકાર બાયો ફ્યુઅલના મામલે દેશને વિશ્વમાં ટોચ પર બનાવવાની પણ યોજના બનાવી રહી છે. તેમણે એ પણ જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર નાગપુરમાં એક ઇલેક્ટ્રિક ટ્રોલી બસ માટે પાઇલટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે ટિકિટના ભાવમાં 30 ટકા જેટલો ઘટાડો કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp