નાણામંત્રીએ SBIની ઝાટકણી કાઢી, કહ્યું-બેરહેમ બેન્ક છે, આવી રીતે નહીં ચાલે બેન્ક

PC: aajtak.intoday.in

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમનની એક ઓડિયી ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તે ભારતીય સ્ટેટ બેન્કના અધિકારીઓની ઝાટકણી કાઢી રહ્યા છે. નાણામંત્રી લોકોની સમસ્યા સાંભળીને ચોંકી જાય છે. જેનો ગુસ્સો બેન્ક પર કાઢવામાં આવે છે. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં એ કહે છે કે, બેરહેમ બેન્ક છે. નાણામંત્રીએ બેન્કની કાર્ય પ્રક્રિયા ઉપર પણ સવાલ ઊઠાવ્યા છે. આ કાર્યક્રમમાં SBIના ચેરમેન રજનીશ કુમાર તથા જુદી જુદી બ્રાંચના મેનેજર પણ જોડાયા હતા.

આ મામલો તા. 27મી ફેબ્રુઆરીનો છે. જ્યારે નાણામંત્રી SBI બેન્કના આઉટરિઝ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ગયા હતા. ગુવાહાટીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જે સમયની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં તે કહે છે કે, આ બેરહેમ બેન્ક છે. એસએલબીસીઝ આ રીતે કામ નથી કરતી. આ ઉપરાંત તેમણે બેન્કને હાર્ટલેસ અને એફિશિયંટ કહી હતી. બેન્ક પોતાનું કામ યોગ્ય રીતે કરતી નથી. ચાયના બગીચામાં કામ કરતા શ્રમિકોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગંભીર છે. પણ અહીં તેમને લઈને જેવું વર્તન અને કામ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ટૂંક જ સમયમાં ખાતાઓને ફંક્શનલ બનાવી શકાય છે.

પણ સામે બેન્કના અધિકારીઓ જણાવે છે કે, એમના ખાતાઓને ફંક્શનલ બનાવવા માટે રીઝર્વ બેન્ક પાસેથી પરવાનગી લેવી પડશે. એવું આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે. જે કામ એક જ અઠવાડિયાની અંદર થઈ જશે. જેની સામે નાણામંત્રીએ કહ્યું કે, મને ગેરમાર્ગે ન દોરો.SBI અધ્યક્ષ તમે મને આ મુદ્દે દિલ્હીમાં મળજો. આ મુદ્દાને હું જતો કરવા માગતી નથી. કારણ કે આ તો એક બેદરકારી છે. જેના માટે હું તમને જવાબદાર ઠેરવું છું. આ સિવાય આ મુદ્દે તેના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. હકીકતમાં ચાયના બગીચામાં કામ કરતા શ્રમિકોને બેન્કમાં પડતી મુશ્કેલીને લઈને તેમણે સીધા નાણામંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp