રોકેટની ઝડપે વધી રહ્યું છે સોનું, બનાવશે નવો રેકોર્ડ હાઈ, આજે પણ વધ્યા ભાવ

PC: economictimes.indiatimes.com

સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX ગોલ્ડ પ્રાઇસ) પર સોના અને ચાંદીમાં જોરદાર વધારો જોવા મળી રહી છે. જુઓ આજે 10 ગ્રામ સોનામાં કેટલો વધારો થયો છે.

સોનાના ભાવમાં થતાં વધારાને કારણે ટૂંક સમયમાં બજારમાં એક નવો રેકોર્ડ સ્તર સર્જાઈ શકે છે. શુક્રવારે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX ગોલ્ડ પ્રાઈસ) પર સોનામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ સોનાની કિંમતમાં 0.14 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય ચાંદીની કિંમત પણ 0.43 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહી છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 0.14 ટકાના વધારા સાથે 55368 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આગળ વધી રહી છે. તો ગઈકાલે સોનું 0.90 ટકા ઘટીને બંધ થયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે સોનું તેની ઓલ ટાઈમ હાઈને સ્પર્શીને ફરી એકવાર નવો રેકોર્ડ લેવલ બનાવશે.

ચાંદીના ભાવમાં પણ આજે વધારો જારી રહ્યો છે. ચાંદીની કિંમત 0.43 ટકાના વધારા સાથે 68370 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર છે. આ સિવાય છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ રૂ. 1168 ઘટીને રૂ. 68,150 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો અહીં આજે સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાનો હાલનો ભાવ 0.83 ટકા ઘટીને 1,836.66 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. આ સિવાય ચાંદીનો ભાવ 1.83 ટકા ઘટીને 23.37 ડોલર પ્રતિ ઔંસના લેવલે પહોંચી ગયો છે.

નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ જારી રહ્યો છે. ડૉલરમાં નબળાઈથી સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં સોનાના રોકાણકારોને મોટો ફાયદો થવાનો છે. એવી અપેક્ષા છે કે ડિસેમ્બર 2023 સુધીમાં સોનાની કિંમત વધીને 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp