ખેડૂતો માટે શુભ સમાચાર, આ વખતે વહેલુ ચોમાસું આવશે

PC: khabarchhe.com

આ વખતે ચોમાસું વહેલા બેસી જશે. લોકોના ગરમીના ઉકળાટથી થાકી ગયા છે ત્યારે હવામાન વિભાગે 27 મેથી ચોમાસું કેરળમાં બેસવાની આગાહી કરી છે. ખાસ કરીને એ પહેલા દેશમાં પ્રી મોન્સુન પણ થશે. તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની સાથે હવામાન સાથે જોડાયેલી પ્રાઈવેટ એજન્સીઓનો પણ દાવો છે કે, આ વખતે 26 મેના રોજ ચોમાસું બેસી જશે.

આ વખતે વરસાદ મોન્સુન સિઝન સામાન્ય રહેવાની શક્યતા છે. ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય છે. જો કે બીજા શુભ સંકેતો એ પણ છે કે, 40 મી વખત મોનસૂન નિર્ધારીક સમય 1 જૂનથી વહેલા થશે.

જો કે, હવામાન વિભાગના રેકોર્ડ મુજબ ઈતિહાસમાં માત્ર છ વખત એવું બન્યું છે કે, મોનસુન તેની નિર્ધારીત તારીખથી મોડું બેઠું હોય. ખાસ કરીને ગ્લોબલ વોર્મિગના કારણે વારંવાર માવઠુ થવાની શક્યતાઓ રહેતી હોય છે જેના કારણે ખેડૂતોને ખુબ જ મોટું નુકશાન દર વખતે વેઠવાનો વારો આવી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરો આર્થિક મુશ્કેલીઓ પણ પેદા કરી રહી છે ત્યારે નિયત પ્રમાણે સિઝન આધારીત વરસાદ થાય એ પણ જરૂરી છે. ઘણીવાર અતિવૃષ્ટી અને અનાવૃષ્ટી જેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp