26th January selfie contest

5 વર્ષમાં ગૂગલે બે અબજ ડોલર બહાર મોકલ્યા, કર જવાબદારીમાં વધારો થશે

PC: fortunedotcom.files.wordpress.com

ઇન્ટરનેટ સર્ચ કંપની ગૂગલ ઇન્ડિયાએ ગત પાંચ ફાઇનાન્શીયલ વર્ષ દરમિયાન ભારતમાંથી થયેલ કમાણીમાંથી 2 અબજ ડોલર કરતા વધુ રકમ સિંગાપોર અને આયરલેન્ડમાં પોતાની સબસીડીયરીઝને આપી છે. જાણવા મળ્યું છે કે આ રકમને એડવર્ટાઇઝિંગ સ્પેસ ખરીદવા માટે ખર્ચની દ્રષ્ટિએ બતાવવામાં આવી રહી છે. તેનાથી ભારતમાં ગૂગલની ટેકસ અંગેની જવાબદારીમાં વધારો થઇ શકે છે. સબસીડીયરીઝને રકમ મોકલવાને લઇને ગૂગલનો પહેલા જ ભારતમાં ટેક્સ ઓથોરીટી સાથે કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે.

ગૂગલ ઇન્ડિયા તરફથી રજિસ્ટાર ઓફ કંપનીને આપવામાં આવેલ જાણકારીમાં જણાવવામાં આવેલ છે કે કંપનીએ 2013-14 થી 2017-18ના સમયગાળા માટે કુલ 16.119.6 કરોડ રૂપિયા (લગભગ 2.18 અબજ ડોલર) ટ્રાન્સફર કર્યા છે. આ પાંચ વર્ષો દરમિયાન ભારતમાં કંપનીને મળેલ કુલ રેવન્યૂના 50 થી 60 ટકા છે. ટેક્સ ઓથોરીટીઝે આ રીતના ટ્રાન્સફરને રોયલ્ટી તરીકે જણાવ્યુ છે. જેની પર ટેક્સ જવાબદારી બને છે.

ઓક્ટોબર 2017માં ઇન્કમટેક્ષ અપીલેટ ટ્રાઇબ્યુલ (ITAT)બેંગ્લોરે ટેક્સ ડિપાર્ટમેન્ટના હિતમાં નિર્ણય આપ્યો હતો. ITATએ 2007-08 થી 2012-13ના અસેસમેન્ટ ઇયર્સ માટે ગૂગલ ઇન્ડિયાને રૂ.1453 કરોડ રૂપિયા પર ટેક્સની ચૂકવણી કરવા અંગે નિર્દેશ કરવામાં આવેલ હતો. આ રકમ કંપનીએ આ સમયગાળામાં ગૂગલ આયરલેન્ડને આપી હતી. ગૂગલ ઇન્ડિયાએ જણાવ્યુ હતું કે તે આ નિર્ણયની વિરૂધ્ધમાં કર્ણાટક હાઇકોર્ટમાં અપીલ કરશે ગૂગલ ઇંડિયાને આ ચૂકવણી પર કોર્ટમાંથી સ્ટે હાસલ કરવામાં સફળતા મળી ગઇ હતી. આ બાબતે આવનાર સુનવણી આ મહિનાના અંતમાં થનાર છે. ગૂગલ ઇન્ડિયા અને ગૂગલ આયરલેન્ડ લિમીટેડ વચ્ચે સંબંધનો એક મહત્વપૂર્ણ તત્વ એડવર્ડસ પ્રોગ્રામ છે.

આ પ્રોડકટ દ્વારા કોઇ એડવેટાઇઝર ગૂગલની વેબસાઇટ પર એડ્વટાઇઝમેન્ટ પબ્લિશ કરી શકે છે. બેંગ્લોરમાં ITATની સુનવણી દરમિયાન ટેક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યુ હતું કે, એડવર્ડ એગ્રીમેન્ટ અને સર્વિસ એગ્રીમેન્ટ અંતર્ગત અસેસી (ગૂગલ ઇન્ડિયા) ને ખાનગી જાણકારી, ટેકનોલોજીકલ જાણકારી, ટ્રેડમાર્ક, બ્રાંડ ફીચર્સનો વપરાશ કરવા માટે લાઇસંસ આપવામાં આવેલ હતું. જોકે આ મુદ્દે ગૂગલ ઇન્ડિયાનું કહેવું છે કે ટેકનીકલી વિશેષજ્ઞતા ટ્રેડમાર્ક કે ઇંટેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગે કાઇ પણ જાતનું ટ્રાન્સફર કરવામાં આવેલ નથી. નાણાકીય વર્ષ 2018માં ગૂગલ ઇન્ડિયાનો રેવન્યુ 30 ટકાના વધારા સાથે 9.337 કરોડ રૂપિયા અને ટેક્સ બાદ પ્રોફિટ 33 ટકાની વૃધ્ધિ સાથે 407 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp