હવે જાણી જોઈને લોન નહીં ચૂકવનારના ફોટો પેપરમાં છપાશે

PC: intoday.in

સરકારે બેંકોને જણાવ્યું છે કે જો હવે જાણી જોઈને લોન નહીં ચૂકવનાર ડિફોલ્ટરોના ફોટો અને તેની તમામ ડિટેઈલ છાપામાં આપવામાં આવશે. નાણાં મંત્રાલયે તમામ સરકારી બેંકને દેશ કર્યો છે કે બોર્ડ પાસેથી લોન ન ચૂકવનાર લોકોની માહિતી લે. ડિસેમ્બર 2017 સુધીમાં લોન લેનાર ડિફોલ્ટરો કે જેની પાસે લોન ચૂકવવાની ક્ષમતા છે તે છતાં પણ તેઓ ચૂકવતા નથી, તેની સંખ્યા 9063 થઈ ગઈ છે.

સરકારે જાણી જોઈને લોન ન ચૂકવનાર વિરુદ્ધ કાર્યવાહી કરતા આ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે સાર્વજનિક ક્ષેત્રની તમામ બેંકોને પત્ર લખીને આવા લોકોના ફોટો પબ્લિશ કરવા માટે નિર્દેશક મંડળની મંજૂરી લેવાનો આદેશ કર્યો છે.

સાર્વજનિક ક્ષેત્રની બેંક પાસેથી લોન લઈને ક્ષમતા હોવા છતા ન ચૂકવનાર ડિફોલ્ટરોની સંખ્યા ડિસેમ્બર 2017મા વધીને 9063 થઈ હતી. નાણામંત્રી શિવપ્રતાપ શુક્લએ લોકસભાના પ્રશ્નોનો લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે આવા કેસમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકમાં ફસાયેલી રકમ 1,10,050 કરોડ છે. આવા લોકો વિરુદ્ધ કાર્યવાહીને ઝડપી કરતા બેંકોએ ગયા અઠવાડિયે પચાસ કરોડ કે તેનાથી વધારે લોન લેનાર વ્યક્તિઓના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો છે. આ સાથે જ મંત્રાલયે બેંકોને 250 કરોડથી વધારે રકમની લોન લેનાર વ્યક્તિ પર નજર રાખવાનો અને તેનો રિપોર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp