મોંઘવારી હજી વધશે, GSTમાં ટેક્સ સાથે હવે લાગશે સેસ, જાણું શું થશે મોંઘુ

PC: moneycontrol.com

GSTના સ્લેબ પર જલદી 1 ટકા સેસ લાગવા જઈ રહ્યો છે. તેનાથી સામાન્ય માણસોની જરૂરિયાતની ઘણી વસ્તુઓ મોંધી થઈ જશે. સરકારે GST અંતર્ગત આવતા આ આઈટમો પર સેસ લગાવવા માટે મંજૂરી આપી દીધી છે. જોકે આ સેસ માત્ર એક સ્લેબ એટલે કે 28 ટકાવાળા સ્લેબ પર જ લાગશે. તેનાથી લક્ઝરી વસ્તુઓ મોંધી થશે. સૂત્રો અનુસાર નાણા મંત્રાલયે લક્ઝરી વસ્તુઓ પર એક ટકા કૃષિ સેસ લગાવવા માટે મંજૂરી આપી દીધી છે. હવે આ પસ્તાવ GST કાઉન્સિલને મકલવામાં આવશે. કાઉન્સિલની મંજૂરી પછી તેને લાગુ કરવામાં આવશે.

કઈ વસ્તુઓ પર લાગશે સેસ?

હાલમાં મોજૂદ ટેક્સ સ્લેબના હિસાબે લક્ઝરી આઈટમ પર 28 ટકા GST લાગે છે. તેમાં એરકંડિશનર, વોશિંગ મશીન, ફ્રીજ, પેન્ટ, સિમેન્ટ, ટેલીવિઝન, પરફ્યૂમ, ડિશ, વેક્યૂમ ક્લીનર, ટુ વ્હીલર, કાર, એરક્રાફ્ટ, પાનમસાલા, સિગરેટ અને તમાકુની પેદાશો શામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આ નિર્ણય ખેડૂતોના ખરિફ પાકોના MSP વધારવા માટે લીધો છે.

કેમ લગાવવામાં આવશે સેસ?

ખેડૂતો માટે MSP વધારવાથી સરકાર પર લગભગ 15,000 કરોડ રૂપિયાનું ભારણ પડશે. સરકાર જો આ ભારણ પોતે વાહન કરે છે તો મોટી નાણાકીય ખોટ થઈ શકે છે. આ કારણે સરકાર કૃષિ સેસ લગાવીને સામાન્ય માણસો પાસે આ ખર્ચ વસૂલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp