રત્નકલાકારો માટે એસટી વિભાગે આપી રાહતની ખબર

PC: khabarchhe.com

મંદીના મારથી બેવડ વળી ગયેલા રત્નકલાકારો માટે થોડા રાહતના સમચાર છે., દિવાળીના વેકેશનમાં માદરે વતન જતા રત્નકલાકારો પાસે ગુજરાત એસટી વિભાગ વધારોનો ચાર્જ નહીં લે જે એસટીનો એકચ્યુઅલ રેટ હશે તે જ લેવાશે.દર વર્ષે એસટી વિભાગ એકસ્ટ્રા બસ માટે વધારાનો ચાર્જ લગાવતું હતું.જો કે રત્નકલાકારને આ લાભ માત્ર વતન જતા વખતે જ મળશે. વતનથી પરત આવતી વખતે એકસ્ટ્રા બસનો લાભ નહીં મળે

સુરતના હીરાઉદ્યોગમાં વર્ષો વર્ષથી 20થી 25 દિવસના વેકેશનની પ્રણાલી છે.સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા લોકો વેકેશનમાં વતન જતા હોય છે એના માટે દર વર્ષે ખાસ બસની વ્યવસ્થા એસટી વિભાગ દ્રારા કરવામાં આવે છે અને આ વધારાની બસ માટે વધારાનો ચાર્જ લેવાય છે.સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાએ કહ્યું હતું કે,આ વખતે હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્નકલાકારોની હાલત બગડેલી છે એ વાતને ધ્યાનમાં રાખીને અમે સરકારમાં રજૂઆત કરી હતી કે એસટી વધારાનો ચાર્જ ન લે. એ વાત સ્વાકારી લેવામાં આવી છે અને કારીગરોને વતન જવા માટે એસટીનો જે ચાર્જ હશે તે ચુકવવો પડશે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના વેકેશનમાં લકઝરી બસો ઉઘાડી લૂંટ ચલાવે છે જેની સામે એસટીનો દર ઘણો ઓછો છે એટલે રત્નકલાકારોને રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp