હિંડનબર્ગ અદાણી કેસ: સુપ્રીમ કોર્ટની સમિતિનો રિપોર્ટ, પહેલી નજરે કંઈ બનાવટી નથી

PC: newsaroma.com

અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિનો રિપોર્ટ શુક્રવારે સાર્વજનિક થઈ ગયો. 24 જાન્યુઆરી, 2023ના રોજ, અમેરિકન શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો અને એકાઉન્ટ્સમાં કથિત હેરાફેરી કર્યાનો આરોપ લગાવ્યો હતો. જોકે, હિંડનબર્ગના આરોપોને અદાણી જૂથે ફગાવી દીધો હતો. પરંતુ વિપક્ષે આ મુદ્દે હોબાળો મચાવ્યો અને જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે સુપ્રીમ કોર્ટે તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી હતી. હવે આ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી જૂથે તમામ લાભાર્થી માલિકોનો ખુલાસો કર્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, સેબી દ્વારા એવો કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નથી કે, તેઓ અદાણીના લાભાર્થી માલિકોની ઘોષણાને નકારી રહ્યાં છે. હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીનો રિટેલ હિસ્સો વધ્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તમાન નિયમો કે કાયદાનું પ્રથમ દ્રષ્ટીએ કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું નથી. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સેબી પાસે હજુ પણ 13 વિદેશી સંસ્થાઓ અને 42 અસ્કયામતોમાં ફાળો આપનારાઓ વિશે પૂરતી માહિતી નથી. જે 13 સંસ્થાઓની તપાસ પેન્ડિંગ છે તેમાં વધુ કોઈ કેસ કરવા કે કેમ, તે નક્કી કરવા માટે રિપોર્ટ સેબી પર છોડી દે છે. રિપોર્ટમાં EDના કેસનો ઉલ્લેખ કરતી વખતે, SEBIએ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ આક્ષેપ કર્યો નથી.

અહેવાલમાં જાણવા મળ્યું છે કે, અદાણીના શેર ભારતીય બજારોને અસ્થિર કર્યા વિના નવા ભાવે સ્થિર થયા છે. આ ઉપરાંત, અહેવાલમાં સ્ટોકને સ્થિર કરવા માટે અદાણીના પ્રયાસોને સ્વીકારવામાં આવ્યા છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી વિશેષ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, તમામ તપાસ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જરૂર છે, પરંતુ પેનલ હાલમાં એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે, ભાવમાં ચાલાકીના આરોપમાં નિયમનકારની નિષ્ફળતા રહી છે. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતના બજાર નિયમનકારે જૂથોની એકમોની માલિકી અંગેની તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ અને તેના પરિણામોને કારણે અદાણીના શેરમાં વોલેટિલિટી ખરેખર ખૂબ જ ઊંચી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp