વર્ષ 2022-23ના આવનારા ક્વાર્ટર બજાર માટે સારા રહેવાની આશાઃ સોનમ શ્રીવાસ્તવ

PC: analyticsvidhya.com

વર્ષ 2022-23ના આવનારા 6 મહિના એટલે કે, આવનારા 2 ક્વોર્ટર પાછલા ક્વોર્ટરની સરખામણીમાં સારા રહેવાની આશા છે. મોઘવારીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે જ તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. આ બધું મળીને બજાર માટે એક પોઝીટીવ સેન્ટીમેન્ટ બનાવશે. આ પ્રકારની આશા એક રીસર્ચ એનાલિસ્ટ સોનમ શ્રીવાસ્તવે એક મીડિયા ઇન્ટર્વ્યુમાં વ્યક્ત કરી છે.

આ વાતચીતમાં તેમણે આગળ કહ્યું કે, બજારમાં કેટલાક સમય સુધી રીકવરી કાયમ રહેશે. સોનમ શ્રીવાસ્તવને આ સમયે ઇકોનોમી માટે મોટા જોખમ નજરે પડી રહ્યા છે. એક તો ગ્લોબલ ઇન્ફ્લેશન અને બીજું વર્તમાનમાં ચાલી રહેલા રશિયા-યુક્રેન અને ચીન-તાઇવાનના જિયોપોલીટિકલ કોન્ફ્લીક્ટ.

RBIની કાલે આવેલી પોલીસીની વાત કરીએ તો તેમણે કહ્યું કે, RBIએ વર્તમાન પરિસ્થિતિઓને જોતા પોતાના પોલીસી દરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. અને મૌદ્રિક નીતિઓમાં વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, કાચા તેલની કિંમતોમાં ઘટાડો અને મોઘવારી ઘટવાની સાથે જ આર્થિક સ્થિતિઓમાં સુધારાના સંકેતો નજરે પડી રહ્યા છે. છતાં પણ, RBI ગ્લોબલ સ્થિતિઓને જોતા સતર્કતા રાખવા માટે પણ કહ્યું છે.

RBI અમેરિકા અને ભારત વચ્ચે વ્યાજ દર વચ્ચેના અંતરને ભરવાના પ્રયાસ કરી રહી છે. તેમણે આ વાતચીતમાં આગળ કહ્યું કે, હવે ભારતની પોલીસી રેટ કોવિડ પહેલાની સ્થિતમાં પહોંચી ગઇ છે. RBI ગવર્નરે કહ્યું કે, RBIના આગળના પગલા ઇકોનોમી માટે મહત્વાના આંકડા પર નિર્ભર કરશે. એવામાં આપણે કહી શકીએ છીએ કે, આગળ RBI અમેરિકામાં મોઘવારી આંકડા અને ફેડરલ બેન્કના પગલા જોતા આગળ નિર્ણય લેશે. જો, અમેરિકામાં સ્થિતિઓ સામાન્ય નજરે પડશે તો ભારતમાં પણ વ્યાજ દરોમાં વધારો અટકતો જાવા મળશે અને એમ ન થશે તો વ્યાજ દરોમાં વધારો ચાલુ જ રહેશે.

બજારની આગળની સંભાવના પર વાત કરતા તેમણે કહ્યું કે, બજાર આશા પર ચાલે છે. કોમોડિટીની કિંમતોમાં નરમી અને મોઘવારી દરમાં ઘટાડા સાથે જ રોકાણકારો ઇકોનોમીમાં રિકવરીની આશા લગાવી રહ્યા છે અને બજારની તરફ ફરીથી આવતા નજરે પડશે. જોકે, સ્થિતિઓ સારા ફેરફારના સંકેત આપી રહી છે. તેમણે આગળ કહ્યું કે, ભારતીય બજાર પોતાના 52 વીકના લોથી રિકવરી કરતા નજરે પડ્યા છે અને આશા છે કે, આ રિકવરી હજુ પણ કાયમ રહેશે.

ઓટો સેક્ટરમાં આવેલી સારી તેજી વધુ આગળ વધવાની સંભાવનાઓ પર વાત કરતા સોનમ શ્રીવાસ્તવે કહ્યું કે, અત્યાર સુધી ઓટો સેક્ટરમાં ઘણી તેજી આવી ચૂકી છે. મોટી ઓટો કંપનીઓ દ્વારા મોટા કેપેક્સના એલાન સાથે જ આગળ આવનારા તહેવારની સીઝન ઓટો સેક્ટરમાં તેજી બનાવી રાખશે. પણ આ વાતનું ધ્યાન રાખવા પણ કહ્યું છે કે, ઓટો સેક્ટરમાં અત્યાર સુધી ઘણી તેજી આવી ચૂકી છે અને હવે તે થોડું સુસ્ત થતું નજરે પડી શકે છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, ઓટો સેક્ટરને લઇને તેમનો મત પોઝીટીવ રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp