જો આવું થાય તો, ટૂંક સમયમાં તમે 1 લાખનું લેપટોપ માત્ર રૂ.40 હજારમાં ખરીદી શકશો!

PC: economictimes.indiatimes.com

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ દાવો કરે છે કે, ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનથી ઘણી વસ્તુઓના ભાવમાં ભારે ઘટાડો થશે. આજે 1 લાખ રૂપિયામાં આવતું લેપટોપ ભારતમાં ચિપ બનાવ્યા બાદ 40 હજાર રૂપિયાનું થઈ શકે છે. વેદાંતા તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોન સાથે મળીને રૂ. 1.54 લાખ કરોડના ખર્ચે ગુજરાતમાં નવો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપી રહી છે.

ઓટો અને સ્માર્ટફોન ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ સિવાય ઈલેક્ટ્રિક પ્રોડક્ટ બનાવવામાં પણ તેની જરૂર પડે છે. અત્યારે વિશ્વના મોટાભાગના દેશો ચિપના સપ્લાય માટે તાઈવાન સહિત અન્ય દેશો પર નિર્ભર છે. એક ચેનલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે લેપટોપ બનાવવા માટે જરૂરી કાચનું ઉત્પાદન તાઈવાન અને કોરિયામાં થાય છે, પરંતુ ટૂંક સમયમાં તેનું ઉત્પાદન ભારતમાં પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતમાં ગ્લાસ અને સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવામાં આવશે ત્યારે ઘણી પ્રોડક્ટ્સના દરમાં નોંધપાત્ર ઘટાડો થશે.

અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશની ઉદ્યોગસાહસિક ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને વેદાંત મહારાષ્ટ્રમાં પણ મેન્યુફેક્ચરિંગ હબને આગળ ધપાવશે. મહારાષ્ટ્રમાં મોબાઈલ ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રિક વાહનો (EV) જેવા ઉત્પાદનોને ધ્યાનમાં રાખવામાં આવશે.

વેદાંત તાઈવાની કંપની ફોક્સકોન સાથે મળીને ગુજરાતના અમદાવાદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. વેદાંત-ફોક્સકોન રાજ્યમાં ચિપ અને ડિસ્પ્લે FAB પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 1.54 લાખ કરોડનું રોકાણ કરશે.

વેદાંતા અને ફોક્સકોનના સંયુક્ત સાહસના ફંડિંગ અંગે અનિલ અગ્રવાલે કહ્યું કે, એવી કોઈ સંસ્થા નથી કે જે અમને ફંડ આપવા માંગતી ન હોય. અગ્રવાલે કહ્યું કે, ફોક્સકોન પાસે 38 ટકા ઇક્વિટી હશે. આ પ્રોજેક્ટ માટે પૈસા ક્યારેય અડચણ નહીં બને. ભારતમાં સેમિકન્ડક્ટર માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને આગામી ચાર વર્ષ એટલે કે વર્ષ 2026 સુધીમાં તે 6300 મિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. વર્ષ 2020માં, તે માત્ર 1500 મિલિયન ડૉલર હતું.

સામાન્ય ભાષામાં, સેમિકન્ડક્ટરને ચિપ કહેવામાં આવે છે. વેદાંતે તાઈવાનની દિગ્ગજ કંપની ફોક્સકોન સાથે મળીને ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે એક મોટો પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી છે. તેના પર બે હજાર કરોડ ડોલરનો ખર્ચ થશે. ફેબ્રુઆરીમાં, વેદાંતે ચિપ બનાવવાનું નક્કી કર્યું અને તેના વિશે ફોક્સકોન સાથે સંયુક્ત સાહસની રચના કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp