સુરતના લૂમ્સના કારીગરોની દિવાળી બગડશે

PC: timesofindia.indiatimes.com

આજરોજ કીમ-પીપોદરા વીવર્સ એસોસિએશનની બેઠક મળી હતી અને તેમાં મોટો નિર્ણયો લેવામાં આવ્યો હતો, જેના કારણે હજારો કામદારો બેરોજગાર બનશે. સંચાલકોએ પોતાના કારખાના સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં કારીગરોની દિવાળી બગડવાની છે, તે પાક્કું છે. વીવર્સો મંદીના કારણે 1 મહિનો સુધી દિવાળી વેકેશન આપશે.

13 ઓક્ટોબરના રોજ શનિવારે સુરતમાં કીમ-પીપોદરા વીવર્સ એસોસિએશનની વર્ષ 2018-19ની સાધારણ સભા મળી હતી, જેમાં નીચે મુજબના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે એસોસિએશનના તમામ હોદ્દેદારો તથા સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.

  • ઇનપુટ ટેક્સ ક્રેડિટના નોટિફિકેશનમાંથી ક્રેડિટ લેપ્સ શબ્દને દૂર કરી ક્રેડિટ નોટ રિફન્ડેબલ શબ્દનો ઉપયોગ કરવો.
  • કાપડ ઉદ્યોગના વીવિંગ યુનિટોને સુરત જિલ્લા પૂરતી માલની હેરફેર કરવા માટે ઇ-વે બીલમાંથી મુક્તિ આપવી.
  • મહારાષ્ટ્ર રાજ્યમાં વીવિંગ યુનિટોને જે ભાવે વીજળી આપવામાં આવે છે, તે જ ભાવે ગુજરાત રાજ્યના વીવિંગ યુનિટોને વીજળી આપવામાં આવે.
  • ટેકસટાઇલ ઉદ્યોગોની ઘણા સમયથી પેન્ડિંગ રહેલી કેન્દ્ર સરકારની TUF તથા રાજ્ય સરકારની ઈન્ટરેસ્ટ સબસિડીની ફાઈલો મંજૂર કરાવી તથા વહેલામાં વહેલી તકે જે તે સબસીડીઓ રીલિઝ કરવી
  • કાપડ ઉદ્યોગમાં મોટા પાયે વેપારી ઉઠામણાના બનાવો બની રહ્યા છે જેની અસંખ્ય ફરિયાદો કરવા છતાં યોગ્ય રીતે ફરિયાદો નોંધવામાં નથી આવતી અથવા તો ફરિયાદ નોંધવામાં આવે તો યોગ્ય તપાસ કરવામાં નથી આવતી. તો આ મુદ્દાને ધ્યાને લેવા વીવિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે સ્પેશિયલ પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવે.
  • કેન્દ્ર સરકારમાં વસ્ત્ર મંત્રાલય છે, તેમના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. મહારાષ્ટ્ર રાજ્યની સરકારમાં પણ વસ્ત્ર મંત્રાલય તથા તેમના મંત્રીઓ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp