15000 કરોડની ખોટ સાથે BSNL અને એર ઈન્ડિયાને પાછળ છોડી ઈન્ડિયા પોસ્ટ બન્યું નં. 1

PC: moneycontrol.com

હવે સરકારી કંપની ઈન્ડિયા પોસ્ટ (ભારતીય પોસ્ટ)એ ખોટના મામલામાં BSNL અને એર ઈન્ડિયાને પણ પાછળ છોડી દીધા છે. નાણાકીય વર્ષ 201-19માં ઈન્ડિયા પોસ્ટને કુલ 15000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષોમાં ઈન્ડિયા પોસ્ટના નુકસાનમાં 150 ટકાનો વધારો થયો છે. તે સાથે જ તે સૌથી વધુ નુકસાન કરનારી સરકારી કંપની બની ગઈ છે.

આ નુકસાનનું કારણ કર્મચારીઓનો પગાર અને અન્ય ભથ્થા આપવાને કારણે થતા ખર્ચને ગણાવવામાં આવી રહ્યો છે. તેની પાછળ ઈન્ડિયા પોસ્ટે પોતાની વાર્ષિક આવકના 90 ટકા જેટલો ખર્ચ કરવો પડે છે. નુકસાન માટે બદનામ અન્ય સરકારી કંપની BSNLને નાણાકીય વર્ષ 2018-19માં 7500 કરોડ રૂપિયા અને એર ઈન્ડિયાને નાણાકીય વક્ષ 2017-18માં 5337 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઈન્ડિયા પોસ્ટને નાણાકીય વર્ષ 2018-19માં 18000 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે તેણે પગાર અને ભથ્થામાં 16620 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. આ ઉપરાંત, BSNLએ પેન્શન પર આશરે 9782 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, એટલે તેનો કુલ કર્મચારી ખર્ચ 26400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

કંપનીનું અનુમાન છે કે, નાણાકીય વર્ષ 2020માં પગાર/ ભથ્થા પર 17451 કરોડ રૂપિયાનો ખર્ચ અને પેન્શન પર 10271 કરોડ રૂપિયાનો ખર્ચ રહેશે. તેમજ આ દરમિયાન આવક 19203 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. જેના સ્પષ્ટપણે કહી શકાય કે ભવિષ્યમાં કંપનીની હાલત હજુ વધુ ખરાબ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp