ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ પહેલીવાર 400 બિલિયન ડોલર્સને પાર થયું

PC: india.com

શુક્રવારે દેશના ઇતિહાસમાં પહેલીવાર વિદેશી મુદ્રા ભંડોળ 400 બિલીયન ડોલર્સની પાર પહોંચી ગયું હતું. છેલ્લે એપ્રિલ 2014માં આ ભંડોળે 300 બિલીયન ડોલર્સનો આંક પસાર કર્યો હતો. આમ છેલ્લા સાડાત્રણ વર્ષમાં દેશના વિદેશી મુદ્રા ભંડોળમાં 100 બિલીયનનો ઉમેરો થયો છે. આજની તારીખે દેશ પાસે જેટલું વિદેશી ભંડોળ છે તેનાથી એક વર્ષની આયાત થઇ શકે તેમ છે.

આ નાણાકીય વર્ષની વાત કરીએ તો પ્રથમ ત્રિમાસિકગાળામાં વિદેશી મુદ્રા ભંડોળ 6.6 બિલીયન ડોલર્સ વધ્યું છે. આ વધારો રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બજાર જ્યારે અચાનકજ ઉપર-નીચે જશે ત્યારે અત્યંત મદદરૂપ સાબિત થશે. RBI પાસે હવે IMF પાસેથી સોનુ અને ખાસ ઉપાડ કરવાના અધિકારો 400.7 મિલિયન ડોલર્સ પર પહોંચ્યા છે. વિદેશી મુદ્રા ભંડોળમાં આવેલો વધારો સીધા વિદેશી નિવેશ (FDI)ના વધવાથી આવ્યો છે. આ વધારો એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં 7.2 બિલીયન ડોલર્સ જેટલો થવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp