26th January selfie contest

ક્રિપ્ટોકરન્સી પર લગામ કસવાના પક્ષમાં છે ભારતીય તપાસ એજન્સીઓ, જાણો શું છે કારણ

PC: livemint.com

બધી ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાના સરકારના પ્રસ્તાવિત પગલા પર બહેસ છેડાયા બાદ ભારતની ટોપ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ ક્રિપ્ટોકરન્સીને લઈને નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે. અધિકારિઓનું કહેવું છે કે, લેવડ-દેવડની ગુમનામ પ્રકૃતિના કારણે મોટા પ્રમાણ પર તેના અલગ ઉપયોગ અને તેના પર પ્રતિબંધ લગાવવામાં પરેશાનીઓ સામે આવી શકે છે. ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યૂલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ને સંસદના આગામી શિયાળુ સત્ર માટે લિસ્ટેડ કરવામાં આવ્યું છે અને RBI દ્વારા સત્તાવાર ડિજિટલ મુદ્રાની મંજૂરી આપતા અંતર્નિહિત ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે કેટલીક ક્રિપ્ટોકરન્સીને છોડીને બધા પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB), રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), પ્રવર્તન નિર્દેશાલય, આયકર અને અન્ય ઇન્વેસ્ટિગેશન અધિકારીઓએ કહ્યું કે, તેમાં ઓળખ જાહેર ન થવી સૌથી મોટો મુદ્દો છે. જેનાથી ગુનેગારો, ડ્રગ તસ્કરો અને આતંકી સંગઠનોની મદદ મળી શકે છે. NCBના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કોઈ પણ શંકાસ્પદ લેવડ-દેવડ બાબતે સંપૂર્ણ શ્રુંખલા એક્સચેન્જ અને તેમાં સામેલ વ્યક્તિઓને જાણવા લગભગ અસંભવ છે. કોઈ એકીકૃત ક્રિપ્ટોકરન્સી નથી અને કોઈ જાણતું નથી કે કોણ તેને નિયંત્રિત કરે છે અને બધા ડેટા એકત્ર કરે છે.

ક્રિપ્ટોકરન્સી પર કાર્યવાહી કરનારી કંપનીઓની પણ સીમિત પહોંચ હોય છે અને તેઓ KYCના માધ્યમથી ઉપયોગકર્તાઓ અને લેવડ-દેવડ બાબતે સીમિત જાણકારી રાખી શકે છે. આ સમસ્યા માત્ર ભારત સુધી જ સીમિત નથી. કેમ કે વિશ્વ સ્તર પર પણ કાયદાકીય પ્રવર્તન એજન્સીઓ ક્રિપ્ટોકરન્સીના ગુનાહિત ઉપયોગ બાબતે ચિંતિત છે. ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત કેસની તપાસ માટે આવશ્યક જટિલતાઓ અને વિશેષતાઓની ગંભીરતાને સમજ્યા બાદ સંયુક્ત રાજ્ય અમેરિકાએ ગત મહિને રાષ્ટ્રીય ક્રિપ્ટોકરન્સી પ્રવર્તન ટીમ (NIT)એ જાહેરાત કરી. અમેરિકી સરકારે કહ્યું કે, આ ટીમ ક્રિપ્ટોકરન્સીના ગુનાહિત દૂરુપયોગ, વિશેષરૂપે આ વર્ચુઅલ મુદ્રાની લેવડ-દેવડ, મિશ્રણ અને ટમ્બિંગ સેવાઓ અને મની લોન્ડ્રિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરના કેસમાં કરવામાં આવેલા ગુનાની જટિલ તપાસ અને કેસ પર કાર્યવાહી કરશે.

ક્રિપ્ટોકરન્સી પ્રવર્તન ટીમ (NIT)ની જાહેરાત છે. ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં સક્રિય રૂપે સામેલ પંજાબના પૂર્વ DGP શશીકાંતે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, તે (ક્રિપ્ટોકરન્સી) સામાન્ય રીતે કેટલાક નેટવર્કના માધ્યમથી રુટ કરવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીની લેવડ-દેવડ ખૂબ ઝડપથી થાય છે અને મોટાભાગે તેને ટ્રેસ કરવું મુશ્કેલ હોય છે. આ ખાનગી ક્રિપ્ટોકરન્સી બાબતે વધારે હકીકત છે. ક્રિપ્ટોગ્રાફી લેવડ-દેવડને સુરક્ષિત રાખે છે. તેમને ડાર્ક વેબ પર બધા ઇ-કોમર્સ સ્ટોરફ્રન્ટ પર સ્વીકાર કરવામાં આવે છે એટલે તે હવાલા લેવડ-દેવડ, મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનાન્સિંગ માટે કામમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp