કેન્દ્ર સરકારે આ બેંક પાસે GSTના 16322 કરોડ રૂપિયા માંગ્યા, શેરમાં કડાકો

બુધવારે શરૂઆતના કારોબારમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેંકના શેરમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. આ શેરમાં મોટા ઘટાડાનું કારણ GST કરની માંગ હતી. બેંક પાસેથી 8,161 કરોડ રૂપિયાની GST માંગ કરવામાં આવી છે, જ્યારે 8,161 કરોડ રૂપિયાનો GST દંડ લગાવવામાં આવ્યો છે. આ GST ટેક્સ ડિમાન્ડ કંપનીના માર્કેટ કેપ કરતાં વધુ છે. કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 11,210 કરોડ છે.
બપોરે 12.30 વાગ્યે BSE પર શેર 3.83 ટકા ઘટીને રૂ. 99.35 પર બંધ થયો હતો. J&K બેંકે કહ્યું કે, GST માંગ અંગે તેનો મજબૂત દાવો છે. બેંકે કહ્યું કે, નિષ્ણાતોના મતે, તેને વિશ્વાસ છે કે આ માંગણી કાનૂની આધાર વગરની છે અને કોર્ટ દ્વારા તેને નકારી કાઢવામાં આવશે.
બેંકે કહ્યું કે અમે GST માંગ અંગે યોગ્ય કાનૂની મદદ લીધી છે. કાનૂની પગલાં અને નિષ્ણાતોના મંતવ્યના આધારે, GST માંગની બેંકની નાણાકીય સ્થિતિ, કામગીરી અથવા અન્ય બેંકિંગ પ્રવૃત્તિઓ પર કોઈ ભૌતિક અસર પડશે નહીં. હકીકતમાં, બેંકનું કહેવું છે કે, આ GST માંગણીથી બેંકના વ્યવસાય પર કોઈ અસર પડવાની નથી.
J&K બેંકે જણાવ્યું હતું કે, કોર્પોરેટ હેડક્વાર્ટર અને શાખાઓ વચ્ચે મળતા વ્યાજને નાણાકીય સેવાઓ તરીકે ગણવામાં આવે છે અને તેના પર GST લાદવામાં આવ્યો છે. GST ડિમાન્ડ નોટિસ 8 જુલાઈ 2017થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા માટે છે. આ માંગ TPM હેઠળ પૈસા ટ્રાન્સફર કરવા પર લગાવવામાં આવી છે.
J&K બેંકે જણાવ્યું હતું કે, TPMનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય બેંકના વિવિધ વ્યવસાયિક એકમો વચ્ચે ભંડોળના ટ્રાન્સફર માટે આધાર પૂરો પાડવાનું છે. આવી સ્થિતિમાં, તેના પર GSTની માંગણી કરવી ખોટી છે.
છેલ્લા એક વર્ષમાં જમ્મુ અને કાશ્મીર બેંકના શેરમાં 30 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં શેરમાં 346 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત, આ શેરે 1999થી 4,984.50 ટકા વળતર આપ્યું છે. છ મહિનામાં આ સ્ટોકમાં 8 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ગયા વર્ષે આ સ્ટોકમાં 3.71 ટકાનો વધારો થયો છે.
નોંધ: બજારમાં કોઈપણ શેરની અંદર નાણાકીય રોકાણ કરતા પહેલા, તમારે ચોક્કસપણે તમારા નાણાકીય સલાહકારની મદદ લેવી આવશ્યક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp