Jio ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની, અઢી કરોડથી વધુ લોકો વાપરે છે

PC: Khabarchhe.com

Jio 4.5 વર્ષથી ઓછા સમયગાળામાં ગુજરાતમાં સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, ગુજરાતમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ Jioએ ગુજરાતમાં 3.36 લાખ મોબાઇલ નંબર ઉમેર્યા હતા અને સર્કલમાં કુલ 2.54 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી. Jioએ સપ્ટેમ્બર, 2016માં સેવાઓ શરૂ કરી હતી અને ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. ટ્રાઇના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે 25 વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન આઇડિયાએ ડિસેમ્બર, 2020માં આશરે 1.62 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા, જેના પગલે એ કુલ 2.50 કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ હતી.

લાંબા સમય અગાઉ Jio રાજ્યમાં આવકની દ્રષ્ટિએ 45 ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર બની હતી. અત્યારે Jio રાજ્યમાં સૌથી વધુ 37.51 ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે. Jio ઉપરાંત ડિસેમ્બર, 2020માં એકમાત્ર એરટેલે રાજ્યમાં 2.25 લાખ સબસ્ક્રાઇબર ઉમેરીને પોઝિટિવ વૃદ્ધિ કરી હતી. 1.14 કરોડ ગ્રાહકો સાથે એરટેલ 16.88 ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલીકોમ કંપની બીએસએનએલએ આ ગાળામાં આશરે 2.20 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં બીએસએનએલ સર્કલમાં 58.91 લાખ ગ્રાહકો સાથે 8.69 ટકા ગ્રાહકો ધરાવતી હતી. Jio અને એરટેલની કામગીરીને પગલે ગુજરાતમાં મોબાઇલ નંબરોમાં 2.09 લાખનો ચોખ્ખો વધારો થયો હતો, જેના પગલે ગુજરાતમાં ડિસેમ્બર, 2020માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સનો આંકડો 6.77 કરોડ થયો છે. ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરમાં Jio અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે 74.42 ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને Jioના નવા ગ્રાહકોમાં ચોખ્ખો વધારો થયો હતો. એમાં Jioને 4.78 લાખ નવા ગ્રાહકો મળ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp