શું છે 'પાપનો કર'(Sin Tax), બજેટમાં તે વધી શકે છે, કેટલાક ચિંતિત-કેટલાક ખુશ!

PC: haryanaupdate.com

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ બજેટ 2025ની જાહેરાત કરશે. નાણામંત્રી દ્વારા બજેટની જાહેરાત પહેલા લોકોની અપેક્ષાઓ વધી રહી છે. સરકાર તમારી આવક પર કર વસૂલ કરે છે. તમે જે વસ્તુઓ ખરીદો છો તેના પર પણ ટેક્સ લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા શોખ પર પણ ટેક્સ લાગે છે. સરકાર તમારા શોખમાંથી પણ ઘણા પૈસા કમાય છે. પગારદાર વર્ગ અને ખાસ કરીને મધ્યમ વર્ગ આવકવેરામાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે પાપ કર (Sin Tax)માં પણ ફેરફારની આશા છે. બજેટ 2025-26માં પાપ કર (Sin Tax)માં વધારો થવાની શક્યતા છે.

નાણાકીય વર્ષ 2024-25માં પાપ કર (Sin Tax)માં કોઈ ફેરફાર થયો નથી. એવું માનવામાં આવે છે કે, આ વખતે આ ટેક્સમાં વધારો થઈ શકે છે. દારૂ, સિગારેટ અને તમાકુ જેવા ઉત્પાદનો પર લાદવામાં આવતા કર આ કાર્યક્ષેત્રમાં આવે છે. હાલમાં તેના પર 28 ટકા GST વસૂલવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે બજેટમાં આ ટેક્સ વધારી શકાય છે. નિષ્ણાતોના મતે, GST કાઉન્સિલની બેઠકોમાં પાપ કરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, જ્યારે મંત્રીઓના જૂથે પાપ કર (Sin Tax) વધારવાની ભલામણ કરી હતી. સિગારેટ, તમાકુ અને કાર્બોનેટેડ પીણાં જેવા ઉત્પાદનો પર કર વધી શકે છે.

પાપ કર, જેને Sin Tax તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એવા ઉત્પાદનો પર લાદવામાં આવે છે, જે સ્વાસ્થ્ય અને સમાજ માટે હાનિકારક છે. તેમાં તમાકુ, જુગાર, દારૂ, સિગારેટ, પાન મસાલા જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. પાપ કરનો હેતુ લોકોને સામાજિક રીતે હાનિકારક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા અટકાવવાનો છે. આ ટેક્સનો હેતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોની ખરીદી મોંઘી બનાવવાનો છે, જેથી તેમનો વપરાશ ઘટાડી શકાય. આ કર સામાન્ય રીતે પાન મસાલા, દારૂ, સિગારેટ, કાર્બોનેટેડ પીણાં, ઠંડા પીણાં, મોંઘા પરફ્યુમ, આયાતી માલ અને વાહનો પર વસૂલવામાં આવે છે. ભલે તે વૈભવી વસ્તુઓ પર વસૂલવામાં આવે છે, પરંતુ હિન્દીમાં Sin Taxનો અર્થ 'પાપ' હોવાથી, લોકો ઘણીવાર તેને એવા ઉત્પાદનો સાથે જોડે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પાપ કર (Sin Tax)સરકાર માટે મોટી કમાણીનો સ્ત્રોત છે. આવા ઉત્પાદનોમાંથી સરકારને સારી આવક મળે છે. દેશમાં GST લાગુ થયા પછી, આવા ઉત્પાદનોને સૌથી વધુ ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યા હતા અને પાપ અને લક્ઝરી વસ્તુઓ પર 15 ટકા સુધીનો વધારાનો સેસ વસૂલવામાં આવ્યો હતો. જોકે, ભારત એકમાત્ર એવો દેશ નથી, જ્યાં આવો કર લાદવામાં આવે છે. UK, સ્વીડન અને કેનેડા જેવા દેશો તમાકુ અને દારૂથી લઈને લોટરી, જુગાર અને બળતણ સુધીના વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર પાપ કર (Sin Tax)વસૂલ કરે છે. ભારતમાં સિગારેટ પર 52.7 ટકા, બીડી પર 22 ટકા અને ધુમાડા રહિત તમાકુ પર 63 ટકા કર લાદવામાં આવે છે.

પાપ કર (Sin Tax)નો હેતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોને એટલા મોંઘા બનાવવાનો છે કે, સામાન્ય ગ્રાહક આ આદત છોડવા મજબૂર થાય. જ્યારે, આવા ઉત્પાદનો બનાવતી કંપનીઓ પાસેથી પણ વધુ કર વસૂલવો પડે છે. ભલે તેની ઘણી વખત ટીકા થઈ હોય, પરંતુ સરકાર માટે આ ટેક્સ સોનાના ઈંડા આપતી મરઘી જેવો છે. જે સરકારી તિજોરીમાં વધુ ભંડોળ લાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp