એક દિવસમાં 120 કરોડ રૂપિયા કમાઈ રહી છે ફિલ્મો તો ક્યાં છે મંદીઃ કેન્દ્રીયમંત્રી

PC: facebook.com/pg/RaviShankarPrasadOfficial

કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે દેશમાં કોઇ મંદી નથી. જો હોય તો ફિલ્મો કરોડો રૂપિયાનો ધંધો કેવી રીતે કરે છે. 2 ઓક્ટોબરના દિવસે 2 ફિલ્મોએ 120 કરોડ રૂપિયાની ક્માણી કરી. 

મુંબઇમાં શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશમાં મોબાઇલ, મેટ્રો અને રસ્તા બની રહ્યા છે. જેનાથી લોકોનો રોજગાર મળી રહ્યો છે. આપણી અર્થવ્યવસ્થા મજબૂત છે. મોંઘવારી નિયંત્રણમાં છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સૌથી ઊંચા સ્તર પર છે. 

તેમણે વધુમાં કહ્યું જીડીપીનો વિકાસ દર યથાવત છે. દેશમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગની 268 ફેક્ટરીઓ છે. મેટ્રો અને રસ્તા બની રહ્યા છે. લોકો પાસે નોકરી છે. કોઇ મંદી નથી. તેમણે પોતાના દાવાના સમર્થનમાં ઇપીએફના આંકડા બતાવ્યા અને ખેડૂતોની આત્મહત્યાના સંદર્ભે કહ્યું કે તેઓ કારણોની તપાસ કરી રહ્યા છે. મલમ લગાડી રહ્યા છે. 

પ્રસાદ પહેલા પણ મંદી ન હોવાની વાત નાણામંત્રી નિર્મલા સીતારમણ, નીતિ આયોગના અધ્યક્ષ રાજીવ કુમાર સહિત અન્ય લોકોએ કરી હતી. જોકે, બીજી બાજુ આઇએમએફનું કહેવું છે કે વૈશ્વિક મંદીની અસર સૌથી વધુ ભારત પર પડશે. જોકે, એક તરફના દાવા અને બીજી તરફના નકાર વચ્ચે સામાન્ય માણસને તો તેનું ઘર ચાલે તેનાથી મતલબ છે. કોણ સાચું કે કહેવું મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp