દિગ્ગજ રોકાણકાર હાવર્ડ માર્ક્સ પાસે જાણો શેર બજારમાં સફળ થવા માટે શું કરવું

PC: kedglobal.com

વિશ્વના દિગ્ગજ રોકાણકારોમાંના એક અને અમેરિકન હેજ ફંડ ઓક ટ્રી કેપિટલના ફાઉન્ડર, હાવર્ડ માર્ક્સે રોકાણકારોને અમુક સલાહ આપી છે. તેમનું માનવું છે કે, કોઇના પોર્ટફોલિયોએ 5 કે 10 વર્ષોમાં કેવું પ્રદર્શન કર્યું છે, રોકાણની દુનિયામાં અસલમાં આ જ મહત્વનું છે. હોવર્ડ માર્ક્સે પોતાના હાલના લેટરમાં કહ્યું કે, મને લાગે છે કે, લોકો જો થોડા સમય કે રોજ બદલાતી પરિસ્થિતિઓ પર ઓછું ફોકલ કરે અને તેની જગ્યા પર ભવિષ્યમાં લાંબા સમય માટે સારા પ્રદર્શનની સંભાવનાને લઇને જાણકારી મેળવે, તો તેઓ વધારે સફળ થશે.

અનુભવી રોકાણકાર અને લેખક હાવર્ડ માર્ક્સે કહ્યું કે, ભવિષ્યમાં કંપનીની અર્નિંગની શું સંભાવના છે, ઇવેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સને તેની સ્ટડી પર વધારે ફોકસ કરવું જોઇએ. સાથે જ તેમણે કંપનીને તેમની સંભાવના અનુસાર, આકર્ષક કિંમત પર ખરીદવી જોઇએ અને જ્યાર સુધી અર્નિંગ સાથે જોડાયેલી સંભાવના આકર્ષક બનેલી છે, ત્યારે પોતાના રોકાણને હોલ્ડ કરવું જોઇએ. તેમણે કહ્યું કે, રોકાણકારોએ પોતાના હોલ્ડિંગમાં ત્યારે ફેરફાર કરવા જોઇએ, જ્યારે તે કોઇ વસ્તુની પુષ્ટી નથી કરી શકતા.

તેમણે કહ્યું કે, ઘણું વધારે ટ્રેડિંગ કરીને વસ્તુને ખરાબ ન કરો. નિયમિત ખરીદી અને વેચવાલીને એક ખર્ચો માનો, ન કે નફો કમાવાનો સોર્સ. રોકાણકારે એક એવી રીત તલાશવી જોઇએ, જેનાથી તેઓ લાંબા સમય સુધી પોતાના પોર્ટફોલિયોને હાથ લગાવવાથી દૂર રહે. હાવર્ડ માર્ક્સને ફાઇનાન્શિયલ માર્કેટની દુનિયમાં આકર્ષક કિંમત પર સારા ગ્રોથની સંભાવના વાળી કંપનીઓમાં રોકાણ કરવા માટે ઓળખવામાં આવે છે. નાણાંકીય સંકટ દરમિયાન, જ્યારે રોકાણકાર ઘભરાયેલા હોય છે ત્યારે કોર્પોરેટ બોન્ડ્સ અને સ્ટોક વેચી રહ્યા હતા, ત્યારે માર્ક્સે ખૂબ ખરીદી કરી હતી અને બાદમાં આ રોકાણ પર મોટો નફો કમાયો હતો.

તેમણે હાલમાં જ બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલા એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, વિશ્વભરમાં વ્યાજ દરો વધવાની સાથે અમેરિકામાં મંદીની આશંકા તેજ થઇ ગઇ છે. તેના કારણે આવનારા દિવસોમાં કેટલીક કંપનીઓના વેલ્યુએશનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને આ રોકાણકારો માટે એક શાનદાર મોકો હોઇ શકે છે.

હાવર્ડ માર્ક્સે કહ્યું કે, વધારે પડતા લોકો શેર અને બોન્ડ્સને ટ્રેડિંગની વસ્તુ તરીકે જોય છે, ન કે લાંબા સમય સુધી હોલ્ડ કરનારી કંપનીઓના રૂપમાં. તેમણે કહ્યું કે, રોકાણકારોએ માલિક બનનારી માનસિકતા ત્યાગી દીધી છે ને તેની જગ્યા પર કોઇ જુગારીની જેમ વ્યવહાર કરી રહ્યા છે, જે શેરોની ઉતર ચડ પર દાવ લગાવે છે. આના પરિણામો દુખ દેનારા હોય છે. તેથી તેને બદલવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp