આ રીતે ઘરે બેઠા માત્ર 4 કલાકમાં બનાવી લો પાનકાર્ડ

PC: samarth.community

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન (પરમેનન્ટ અકાઉન્ટ નંબર) જરૂરી છે. આ ઉપરાંત, બેંક ખાતામાં 50 હજાર અથવા તેનાથી વધુની લેવડ-દેવડ કરવા માટે પણ પાનકાર્ડ અનિવાર્ય હોય છે. એટલુ જ નહીં પરંતુ, લોન લેવા માટે પણ પાનકાર્ડ જરૂરી છે. આથી, જે તમારી પાસે પાનકાર્ડ ન હોય તો તમે અહીંથી જલ્દી પાનકાર્ડ બનાવી શકો છો. જણાવી દઈએ કે, પાનકાર્ડ બનાવવુ હવે ખૂબ જ સરળ થઈ ગયુ છે. હવે તમે ઉમંગ એપના માધ્યમથી નવા પાનકાર્ડ માટે અરજી કરી શકો છો. જાણી લો ઉમંગ એપ દ્વારા કેવી રીતે બનાવી શકાય છે પાનકાર્ડ, આ છે આખી પ્રોસેસઃ

  • સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનના એપ સ્ટોરમાં જઈને ઉમંગ એપ ડાઉનલોડ કરો.
  • હવે, તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એપ પર રજિસ્ટ્રેશન કરાવો.
  • રજિસ્ટ્રેશન બાદ My PAN સર્વિસ સિલેક્ટ કરો અને ઓપન થયા બાદ ન્યૂ પાનકાર્ડ (49A) પર ક્લિક કરો. બીજા સ્ટેપમાં Form 49A Physical પર ટેપ કરીને આગળ વધો.
  • ત્યારબાદ પર્સનલ ડિટેલ્સ સેક્શનમાં આપવામાં આવેલા એપ્લિકન્ટ સ્ટેટસમાં બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ સિલેક્ટ કરો અને પાનકાર્ડ મોડમાં Both Physical PAN Card and E-PAN સિલેક્ટ કરો. પછી સરનેમ અને ડેટ ઓફ બર્થ એન્ટર કરીને નેક્સ્ટ કરો.
  • પછી આગળ આવનારા સ્ટેપ્સમાં એડ્રેસ ડિટેલ્સ, ફાયનાન્સિયલ ડિટેલ્સ, રિપ્રેઝેંટેટિવ એક્સેસ અને આઈડેન્ટિટી પ્રૂફની ડિટેલ્સ આપો અને ફોર્મ સબમિટ કરી દો.
  • ફોર્મ સબમિટ કર્યા બાદ મેક પેમેન્ટ ઓપ્શન પર જઈને નેટ બેંકિંગ અથવા કાર્ડ માધ્યમથી પેમેન્ટ કરી દો.
  • પેમેન્ટ કર્યા બાદ જનરેટ PDF બટન પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢ્યા બાદ પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ નિર્ધારિત જગ્યા પર લગાવી દો અને દર્શાવવામાં આવેલી જગ્યાઓ પર સાઈન કરો.
  • ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફસ એડ્રેસ પ્રૂફ અને જન્મ પ્રમાણ પત્રની સાથે નજીકની UTIITSL ઓફિસમાં જમા કરાવી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp