પહેલા કેરી ખાઓ, પછી 12 મહિનામાં રૂપિયા ચુકવો, વેપારીની EMI સ્કીમ

PC: india.com

ફળોના રાજા કેરીના ચાહકો માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્રના પુણેમાં એક વેપારીએ કેરીનું વેચાણ વધારવા માટે અનોખી રીત શોધી કાઢી છે. જે અંતર્ગત ગ્રાહકો EMI પર હાફુસ કેરીના બોક્સ ખરીદી શકશે.  ઊંચા ભાવને કારણે સામાન્ય માણસ દેવગઢ હાફુસ કેરી ખરીદવાનું ટાળે છે. આવી સ્થિતિમાં હવે પુણેના વેપારીનો EMI પર કેરી આપવાનો નવો આઇડિયા કાઢ્યો છે. વેપારીનો દાવો છે કે આવો પ્રયોગ દેશમાં પહેલીવાર કરવામાં આવી રહ્યો છે. લોકોને તો મજા પડી જશે, પહેલાં કેરી ખાઓ અને 12 મહિનામાં હપ્તેથી પૈસા ચુકવો. આમા તો નાનો માણસ પણ કેરી ખરીદીને ખાય શકે છે.જાણવા મળેલી માહિતી મુજબ આ કેરીના વેપારીએ Paytm સાથે કરાર કર્યો છે.

સામાન્ય રીતે હાફુસ કેરીને ભાવો ખાસ્સા ઉંચા હોય છે એટલે પુણેના કેરીના વેપારી ગૌરવ સનસે એક આઇડિયા મુક્યો છે. ગૌરવે દર મહિને હપ્તેથી કેરીના પૈસા ચુકવવાની સ્કીમ બહાર પાડી છે. પહેલા કેરી ખાઓ અને 12 મહિનામાં હપ્તેથી રૂપિયા ચુકવતા રહો, તે પણ વગર વ્યાજે. ધારો કે તમે 3,000 રૂપિયાની કેરી ખરીદી તો તમારે દર મહિને 250 રૂપિયાનો હપ્તો આપતા રહેવાનો. ગૌરવ સનસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ફ્રીજ, એસી કે એવી અનેક વસ્તુઓ  EMI પર મળતી હોય તો કેરી શું કામ ન મળે?  દેવગઢ અને રત્નાગિરી હાફુસને સૌથી સારી જાત માનવામાં આવે છે. રિટેલ માર્કેટમાં હાફુસ કેરી અત્યારે 800થી 1000 રૂપિયે ડઝન મળે છે.

ગૌરવ સનસે ન્યૂઝ એજન્સી  PTI સાથેની વાતમાં દાવો કરતા કહ્યું હતું કે, દેશમાં પહેલીવાર EMI પર કેરી વેચવાની શરૂઆત અમારા આઉટલેટ દ્રારા કરવામાં આવી છે. સનસે કહ્યુ કે, સિઝનની શરૂઆતમાં કેરીના ભાવો ઉંચા જ રહેતા હોય છે અને તેમાં પણ હાઉસ કેરી અન્ય કેરીઓની સરખામણીએ મોંઘી હોય છે એટલે લોકો હાફુસ ખરીદવાથી ખચકાટ અનુભવતા હોય છે.ટુકટે ટુકડે રૂપિયા ચુકવવાના હોય તો દરેક માણસને ખાવાની પરવડી શકે છે.

સનસે આગળ કહ્યુ કે, કોઈ વ્યક્તિ કેરી ખરીદવા માંગે છે તો તેની પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. આ પછી ખરીદીની રકમ ત્રણ, છ અથવા 12 મહિનામાં બદલાઈ જાય છે, પરંતુ આ પ્લાન 5,000 રૂપિયાની ન્યૂનતમ ખરીદી પર ઉપલબ્ધ છે. સનસે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની પાસેથી POS મશીનો ઇન્સ્ટોલ કર્યા છે, જે તેના ક્રેડિટ કાર્ડ્સ અને કેટલાક ડેબિટ કાર્ડ્સ પર બિલની રકમને EMIમાં રૂપાંતરિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp