મુંબઇ શેરબજારના સેન્સેક્સમાં 1160 પોઇન્ટનો કડાકો, જાણો બજાર તૂટવાના કારણો

PC: moneycontrol.com

બોમ્બે સ્ટોક એક્સચેન્જ( BSE)માં  આજે શુક્રવારે 1160 પોઇન્ટનો તોતિંગ કડાકો બોલી ગયો છે, સાથે નેશનલ સ્ટોક એકસ્ચેન્જનો નિફટી પણ 448 પોઇન્ટસ નીચે ઉતરી ગયો છે. બીએસઅ-30 સેન્સેક્સના 29 શેરોમાં ઘટવા તરફી નિશાન જોવા મળી રહ્યા છે. જાણકારોના કહેવા મુજબ કોવિડ-19ના નવા વેરીએન્ટને કારણે અર્થતંત્રની રિકવરી પ્રભાવિત થઇ શકે છે તેવા ડરને કારણે બજારમાં ભારે વેચવાલી નિકળતા સેન્સેકસ- નિફટી ધબાય નમ થઇ ગયા છે. જો કે બીજું કારણ એ પણ છે કે  ફોરન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) મોટા પાયે માલ વેચી રહી છે અને ત્રીજું કારણ એ માનવામાં આવી રહ્યું છે કે એશિયાના શેરબજારોમાં પણ નરમાઇ જોવા મળી રહી છે.

BSE સેન્સેક્સ સવારે 540 પોઇન્ટના ગેપ સાથે 58254.79 પર ખુલ્યો હતો, એ પછી નીચામાં  શેરબજારમાં 1488 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1134 પોઇન્ટના ઘટાડા સાથે 57660 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. અને નિફટી 353 પોઇન્ટના ઘટાડા સાથે 17182 પર ટ્રેડ કરી રહ્યો છે.

 એનએસઇના સેકટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો 11માંથી 10 સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેંકીંગ સ્ટોકસમાં જોવા મળ્યો છે. બીએસઇ સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં નીચે ઉતરી ગયા છે, માત્ર ડો. રેડ્ડી લેબારેટરીનો શેર જ વધવા તરફી રહ્યો છે.

 બજારમાં આજે તોતિંગ નુકશાન થવા પાછળના કારણો વિગતે જોઇએ તો દક્ષિણ આફ્રીકામાં કોરોનાનો નવો વેરીઅંટ મળ્યો છે. વેરીઅંટ સામે આવ્યા પછી ભારત સરકારે સૂચના આપી છે કે ભારત આવનારા તમામ મુસાફરોનું સઘન ચેકીંગ કરવામાં આવે.

 એનએસઇના આંકડા મુજબ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરે 2300.65 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. વેચવાલીને કારણે સામાન્ય રોકાણકારોનો ઉત્સાહ ડાઉન થઇ ગયો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી કરતા વિદેશી સંસ્થાઓની વેચવાલી વધારે રહી છે.

 અન્ય કારણ એ છે કે એશિયાના શેરબજારોમાં પણ ઘટવા તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.જેની સ્થાનિક બજાર પર અસર જોવા મળી છે. એસજીએક્સ નિફ્ટી, નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, હોંગકોંગ, તાઇવાન બેટેડ, કોસ્પી, શાંઘાઇ કંપોઝિટ બધામાં 1થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.  આ બધા કારણોને લીધે બજારનું સેન્ટીમેન્ટ ખરડાયું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp