26th January selfie contest
BazarBit

અમેરિકાની આ કંપની ખરીદી શકે છે TikTok

PC: i.cbc.ca

ચીનની શોર્ટ વીડિયો શેરિંગ એપ TikTok પર અમેરિકામાં બેન થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેનાથી બચવા માટે કંપની હવે નવી રણનીતિ બનાવી રહી છે. બેનથી બચવા માટે TikTokની પેરેન્ટ કંપની બાઇટડાંસ અમેરિકન વેપારને વેચવા પર વિચાર કરી રહી છે. તેના માટે બાઇટડાંસ દિગ્ગજ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ સાથે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, માઈક્રોસોફ્ટ ઉપરાંત અન્ય કંપનીઓ પણ TikTokનો અમેરિકન બિઝનેસ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

TikTokએ અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાને લઇ ઈન્વેસ્ટીગેશનનો સામનો કરવો પડી રહ્યો છે. બાઇટડાંસ ઓછામાં ઓછી વધુ એક મોટી કંપનીને TikTokમાં રોકાણ કરવાને લઇ વાત કરી રહી છે. અમેરિકાની સુરક્ષાની ધમકીઓને જોતા વેંચર ઈન્વેસ્ટર્સે બાઇટડાંસના સીઇઓ ઝાંગ યામિંગને ઘણાં પ્રસ્તાવ મોકલ્યા છે. તેમાંથી કોઇપણ પ્રસ્તાવે અમેરિકાના વિદેશી રોકાણને લઇ બનેલી કમિટીની તપાસનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત અમેરિકાની એન્ટ્રી ટ્રસ્ટ રેગ્યુલેટરી પાસેથી પણ મંજૂરી લેવી પડશે. આ કરાર અમેરિકામાં સૌથી ઝડપથી વધતા સોશિયલ મીડિયા એપના લાભમાં સામેલ થવાનો અવસર પ્રદાન કરશે. છતાં ઘણી કંપનીઓનું આ કરારને લઇ આકર્ષિત થવાની સંભાવના નથી.

રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ટિકટૉકની વેલ્યૂએશન 20 થી 40 બિલિયન ડૉલરની વચ્ચે હોઇ શકે છે. એવામાં ઘણી કંપનીઓ આ કિંમતને વહન કરી શકે છે. ફેસબુક, ગૂગલ, એમેઝોન અને એપલના સીઇઓએ આ અઠવાડિયે જ બજાર પ્રતિસ્પર્ધા સંબંધિત અમેરિકન કોંગ્રેસના સવાલોના જવાબો આપવા પડ્યા છે. આ ચારેયમાંથી કોઇપણ કંપની ટિકટૉકને પોતાના ઉત્પાદનની રજૂઆતમાં ફિટ કરી શકે છે. આ કંપનીઓ તરફથી કરવામાં આવેલા જૂના કરારો તપાસના ઘેરામાં છે.

1.55 ટ્રિલિયન ડૉલરની માર્કેટ વેલ્યૂની સાથે માઇક્રોસોફ્ટ ગૂગલ અને ફેસબુકથી મોટી કંપની છે અને આ સમયે કંપનીની વોશિંગ્ટનમાં સારી પ્રતિષ્ઠા છે. એન્ટી ટ્રસ્ટ તપાસની સુનાવણીમાં પણ માઇક્રોસોફ્ટને બોલાવવામાં આવી નહીં. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે માઈક્રોસોફ્ટ ટિકટૉકને તેમના ઓપરેશનમાં સામેલ કરશે કે નહીં. માઈક્રોસોફ્ટની પાસે અન્ય રોકાણકારોની સાથે મળીને ટિકટૉકને અમેરિકામાં અલગ એન્ટિટી તરીકે ચલાવવાનો પણ વિકલ્પ છે. રોકાણકારો ભવિષ્યમાં ટિકટૉકને બજારમાં લિસ્ટ કરાવીને વધારે લાભ લઇ શકે છે.

વોલ્ટ ડિઝ્ની કંપની અને વેરીઝોન કમ્યુનિકેશન જેવી મીડિયા કંપનીઓ પહેલા પણ સોશિયલ મીડિયા એસેટ્સની ખરીદીમાં રૂચિ લઇ ચૂકી છે. ટિકટૉકના અમેરિકન સીઇઓ કેવિન મેયર ડિઝ્નીના પ્રમુખ રહી ચૂક્યા છે. મેયર મીડિયા વર્લ્ડમાં બ્રેકરની મદદ કરવામાં સારી સ્થિતિમાં છે. ટ્વીટર અને સ્નેપચેટ વેલ્યૂએશનના મામલામાં ટિકટૉકથી ખૂબ જ નાના છે અને તેઓ તેને ખરીદવાના ઈચ્છુક નથી. આવા ટ્રાન્ઝક્શન પૂરા કરવા માટે આ કંપનીઓએ સ્ટોક કે અન્ય નાણાકીય મદદ લેવી પડશે.

ટિકટૉકના અમેરિકામાં 165 મિલિયન યૂઝર

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ટિકટૉક પોતાના અમેરિકન બજારને કઇ રીતે વિભાજિત કરશે અને તે મોજૂદ ચીનની ઓનરશિપથી પોતાને કઇ રીતે અલગ કરશે. કંપનીએ હજુ સુધી એ પણ જણાવ્યું નથી કે, આ પગલાથી કર્મચારીઓ, ટેક્નિક અને ઉત્પાદન પર કઇ રીતની અસર થશે. જોકે, માલિકી હક અલગ થયા પછી પણ કોઇ ગ્રુપ એવો નથી જે ટિકટૉકને ખરીદી શકે છે કે પછી તેમાં રોકાણ કરી શકે છે. ટિકટૉકના અમેરિકામાં 165 મિલિયન યૂઝર છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp