મુકેશ અંબાણી અને તેમના પરિવારની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વધી ગઈ હિસ્સેદારી

PC: livemint.com

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમની પત્ની અને ત્રણે બાળકોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદારી વધી ગઈ છે.  જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં પ્રમોટરની ભાગીદારી 47.75 ટકા રહેલી છે. કંપનીએ શેરબજારને આપેલી સૂચનામાં જણાવ્યું છે કે, તેલથી લઈને દૂરસંચાર ક્ષેત્રમાં વ્યાપાર કરનારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર સમૂહના, દેવર્ષિ કોમર્શિયલ LLPએ પોતાની ભાગીદારી અંબાણી પરિવાર અને અન્ય પ્રમોટરની બે કંપનીઓ, તત્વમ એન્ટરપ્રાઈઝીસ LLP અને સમરજીત એન્ટરપ્રાઈઝીસ LLPને વેચી છે.

રિપોર્ટ મુજબ, આ ડીલ પછી RILમાં મુકેશ અંબાણીની ભાગીદારી 0.11 ટકા (72.31 લાખ શેર)થી વધીને 0.12 ટકા (75 લાખ શેર) થઈ ગઈ છે. આ રીતે કંપનીમાં તેમની પત્ની નીતા અંબાણીની ભાગીદારી 67.96 લાખ શેરથી વધીને 75 લાખ, તેમના બાળકો આકાશ અને ઈશાની ભાગીદારી 67.2 લાખ શેરથી વધીને 75 લાખ શેર થઈ ગઈ છે. ત્રીજા બાળક અનંતની ભાગીદારી 2 લાખથી વધીને 75 લાખ શેર સુધી પહોંચી ગઈ છે. આ પહેલો અવસર છે જ્યારે મુકેશ અંબાણી, તેમની પત્ની અને બાળકો પાસે કંપનીમાં એક સરખા શેર હશે. કંપનીમાં તત્વમ એન્ટરપ્રાઈઝની ભાગીદારી 6.81 ટકાથી વધીને 8.01 ટકા હતી. સમરજીત એન્ટરપ્રાઈઝની ભાગીદારી વધીને 1.83 ટકા થઈ જશે.

આશ્ચર્યજનક છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી (RIL)નો નફો ડિસેમ્બર ત્રિમાસિકમાં 13.55 ટકા વધીને 11, 640 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીના નફામાં ટેલિકોમ અને કારોબારમાં શાનદાર ગ્રોથનો હાથ રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીની કુલ રેવન્યુ 1.40 ટકા ઘટીને 1.69 લાખ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ 2018ના ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીની રેવન્યુ 1.71 લાખ કરોડ રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp