રોકાણકારોને આ કંપનીએ માલામાલ કર્યા, એક વર્ષમાં આપ્યું 514 ટકા રિટર્ન!

PC: indiatoday.com

શેર માર્કેટમાં અમુક એવી કંપનીઓ પણ હોય છે, જેમાં રોકાણ કરી રોકાણકારોએ પોતાની સંપત્તિમાં ઘણો વધારો કરી લીધો છે. આવી જ એક સોફ્ટવેર કંપની છે. માત્ર એક વર્ષમાં આ કંપનીએ રોકાણકારોને 500 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. શેર બજારમાં આ ટેક્નોલોજીના શેરે કમાલ કરી દેખાડ્યું છે. તેણે શેર માર્કેટમાં પોતાના રોકાણકારોને એક વર્ષમાં 514 ટકાનું રિટર્ન આપ્યું છે. પાછલા વર્ષે 20 જુલાઇના રોજ આ શેરની કિંમત 423.55 રૂપિયા હતી. હવે 20 જુલાઇ 2021ના રોજ તે વધીને 2600 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ શેરમાં જો એક વર્ષ પહેલા કોઇએ એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે આ શેરના 6.14 લાખ રૂપિયા થઇ ગયા હોત. આની તુલના જો સેંસેક્સ સાથે કરીએ તો એક વર્ષમાં આ સ્ટોકમાં 40 ટકાની આસપાસ વધારો થયો છે.

અહીં વાત થઇ રહી છે માસ્ટેક(Mastek) લિમિટેડના શેરની. આ શેર મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 4.3 ટકાની તેજીની સાથે ઓલ ટાઇમ હાઇ 2600 રૂપિયા પર પહોંચી ગયો. કંપનીએ આ દિવસે પોતાના થર્ડ ક્વાર્ટરના પરિણામ આપ્યા હતા. જે ખૂબ જ સારા રહ્યા. જોકે મંગળવારે કારોબારના અંતમાં આ શેર 2498.05 રૂપિયા પર બંધ થયો હતો.

કંપનીને સારો નફો થયો

પાછલા 3 મહિનામાં આ શેર 82 ટકા અને આ વર્ષની શરૂઆતમાં અત્યાર સુધીમાં 122 ટકા વધી ચૂક્યો છે. તેનું માર્કેટ કેપ 6313 કરોડ રૂપિયા થઇ ચૂક્યું છે. કંપનીને જૂન 2021ના ક્વાર્ટરમાં 69.30 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો છે. આ પહેલા માર્ચ ક્વાર્ટરમાં કંપનીને 60.55 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ પર 31.61 ટકાનું હાઇ રિટર્ન આપ્યું છે.

કંપની શું કરે છે

માસ્ટેક લિમિટેડ આઈટી સોફ્ટવેર કંપની છે. આ એપ ડેવલપમેન્ટ, ડિજિટલ કોમર્સ, ઓરેકલ સૂટ અને ક્લાઉડ માઈગ્રેશન ઉપરાંત કંસલ્ટિંગ વગેરે સર્વિસ આપે છે. Mastek એક ડિજિટલ સામાધન પૂરું પાડનારી કંપની છે. આ ભારત સહિત લગભગ 41 દેશોમાં પોતાના ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્પેશલિસ્ટ પૂરી પાડે છે. આ કંપની પોતાના ઈ-સમાધાનને લીધે તમામ સરકારી યોજનાઓને નાગરિકોના ઘરો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp