એર ઈન્ડિયા બાદ હવે LIC અને BPCL સહિત આ કંપનીઓના ખાનગીકરણનો પ્લાન તૈયાર

PC: newsclick.in

એર ઈન્ડિયાને પ્રાઈવેટ હાથોમાં સોંપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ખાનગીકરણ અને વિનિવેશના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરશે. નાણાકીય વર્ષ 2021-22માં મોદી સરકાર અડધો ડઝન કરતા વધુ કંપનીઓના ખાનગીકરણ અથવા વિનિવેશની યોજના બનાવી રહી છે. સરકારે આ નાણાકીય વર્ષમાં ખાનગીકરણ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, હજુ સુધી સરકારને Axis Bank, NMDC અને હુડકો વગેરેમાં હિસ્સેદારીના વેચાણથી માત્ર 8369 કરોડ રૂપિયા અને હાલમાં એર ઈન્ડિયાના વેચાણથી આશરે 18 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આ રીતે અત્યારસુધીમાં આશરે 26369 હજાર કરોડ રૂપિયા જ ભેગા થઈ શક્યા છે.

થોડાં મહિના પહેલા નિવેશ અને લોક સંપત્તિ પ્રબંધન (DIPAM) સચિવ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, માર્ચ 2022 સુધી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)નું ખાનગીકરણનું કામ પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત, સરકાર શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (BHEL), પવન હંસ અને નીલાંચલ ઈસ્પાત નિગમના ખાનગીકરણની પ્રક્રિયા પણ આ વર્ષે પૂર્ણ કરી લેવા માગે છે. આ તમામ કંપનીઓમાં ખાનગીકરણની પ્રોસેસ ચાલી રહી છે. આ ઉપરાંત, બે PSU બેંકો અને એક વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે.

આ કંપનીઓનું કરવામાં આવશે ખાનગીકરણ

LIC: કેન્દ્ર સરકાર ભારતીય જીનવ વીમા નિગમ, એટલે કે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાની હિસ્સેદારી વેચીને પૈસા કમાવા માગે છે. સરકાર LICનો IPO લાવીને 1 લાખ કરોડ રૂપિયા સુધી ભેગા કરી શકે છે.

BPCL: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું સરકાર સંપૂર્ણરીતે ખાનગીકરણ કરવા જઈ રહી છે. તેને માટે ડિસેમ્બર સુધી ફાયનાન્સિયલ બિડ કરવામાં આવી શકે છે. ભારત પેટ્રોલિયમમાં સરકારની 53% હિસ્સેદારી છે, જેની કિંમત આશરે 50 હજાર કરોડ રૂપિયા છે.

પવન હંસઃ હેલિકોપ્ટર બનાવનારી કંપની પવન હંસને પણ ખાનગી હાથોમાં આપવાની યોજના છે. તેમા હાલ સરકારની 51% હિસ્સેદારી છે અને 49% હિસ્સેદારી સરકારી તેલ તેમજ ગેસ કંપની ONGCની છે. ONGCએ પણ પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે.

નીલાંચલ ઈસ્પાત નિગમઃ નીલાંચલ ઈસ્પાત નિગમ માટે સરકારને ઘણી કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ રિક્વેસ્ટ મળ્યું છે. તેનું પણ માર્ચ 2022 પહેલા ખાનગીકરણ કરવાની યોજના છે.

સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડઃ એર ઈન્ડિયાના ખાનગીકરણ બાદ હવે મોદી સરકારે વધુ એક સરકારી કંપની સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના વેચાણની તૈયારી શરૂ કરી છે. સરકારને આ કંપનીના વેચાણ માટે ફાયનાન્સિયલ બોલીઓ મળી ગઈ છે. નાણા મંત્રાલયે તેની જાણકારી આપી છે.

IDBI બેંકઃ કેબિનેટ દ્વારા IDBI બેંકમાં ખાનગીકરણ અને મેનેજમેન્ટ કંટ્રોલ ટ્રાન્સફર માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ બેંકમાં કેન્દ્ર સરકાર અને LICની કુલ 94% હિસ્સેદારી છે. જેમા LICની 49.24% અને સરકારની 45.48% હિસ્સેદારી છે. આ ઉપરાંત, 5.29% હિસ્સેદારી અન્ય નિવેશકોની છે. નાણા મંત્રીએ બજેટ દરમિયાન કહ્યું હતું કે, IDBI બેંકના ખાનગીકરણની પ્રક્રિયા હાલના નાણાકીય વર્ષમાં જ પૂરી થઈ જશે.

SCI: શિંપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI)નું પણ માર્ચ 2022 પહેલા ખાનગીકરણ કરવામાં આવવાનું છે. તેમા પણ સરકાર પોતાની સંપૂર્ણ 63.75% હિસ્સેદારી વેચી રહી છે. તેને માટે પણ કંપનીઓએ રસ દાખવ્યો છે. જેમાથી ત્રણ કંપનીઓના નામ ફાયનલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp