લેબગ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડને નુકસાન નથીઃ સેવંતીભાઇ શાહ

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અત્યારે ઉદ્યોગના 2 મોટા લીડરોના નિવેદનને કારણે ચર્ચામાં છે. ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાએ નેચરલ ડાયમંડની મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવ્યું હતું તો હીરાઉદ્યોગમાં મોટું નામ ગણાતા સેવંતી શાહે કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગને ફાયદો થયો છે. બંને લીડરોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો.
એક સ્નેહમિલન સમારંભમાં વિનસ જ્વેલના ચેરમેન સેવંતી શાહે કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડ થકી ઉદ્યોગનું ઉજ્જવળ ભવિષ્ય શરૂ થયું છે. લેબગ્રોન અને નેચરલ ડાયમંડને હું કોમ્પીટિશન તરીકે જોતો નથી, પરંતુ કોમ્પલીમેન્ટરી ગણું છું.લેબગ્રોનને કારણે ડાયમંડ ઉદ્યોગનું માર્કેટ મોટું થયું . જે લોકો ક્યારેય ડાયમંડ ખરીદતા નહોતા તેવા લોકો પણ ડાયમંડ ખરીદતા થયા.જેનો ફાયદો નેચરલ ડાયમંડને મળ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp