બદલાઇ ગયા છે ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાના નિયમો, ન ખબર હોય તો જાણી લો

PC: britannica.com

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્ડ-ઓન ટ્રાન્ઝેક્શન નિયમ અમલમાં લાવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે ટોકનાઈઝેશન સિસ્ટમના અમલમાં આવ્યા પછી કાર્ડ હોલ્ડર્સના પેમેન્ટ કરવાના અનુભવમાં સુધાર આવશે અને ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પહેલાની સરખામણીમાં વધારે સુરક્ષિત થઈ જશે.

નવા નિયમો લાગૂ થયા પછી ગ્રાહક જ્યારે પણ પોઈન્ટ ઓફ સેલ મશીનો, ઓનલાઈન અથવા કોઈ એપમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તો તેમના કાર્ડની માહિતી ઈનક્રિપ્ટેડ ટોકનના રૂપમાં સેવ થશે. 

PTIના એક રિપોર્ટ પ્રમાણે, મોટાભાગના તમામ મર્ચન્ટ્સે રિઝર્વ બેંકના ટોકનાઈઝેશનના નવા નિયમોને પહેલેથી જ અપનાવી લીધા છે. રિપોર્ટમાં સૂત્રોએ કહ્યું છે કે ગ્રાહકોને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને બદલે 19.5 કરોડ ટોકન આપવામાં આવ્યા છે. ઘણી ડિજીટલ કંપની RBIને આ સમય વધારવાની માંગણી કરી રહી છે. આટલા ઓછા સમયમાં નવી વ્યવસ્થા લાગૂ કરવાથી વેપારને અસર થઈ શકે છે. પરંતુ મોટાભાગની કંપનીઓ આ નિયમ પહેલેથી જ લાગૂ કરી શકી છે તો RBI આ સમયગાળો વધારે તેની શક્યતા ઓછી છે.

નવી વ્યવસ્થા હેઠળ RBએ પેમેન્ટ કંપનીઓને ગ્રાહકોના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ડેટા સ્ટોર કરવાની મનાઈ ફરમાવી છે. પેમેન્ટ કંપનીઓએ હવે કાર્ડને બદલે એક વૈકલ્પિક કોડ આપવો પડશે, જેને ટોકન નામ આપવામાં આવ્યું છે. આ ટોકન યુનિક હશે અને ઘણા કાર્ડ માટે એક જ ટોકનથી કામ ચાલી જશે. આ લાગૂ થવા પછી ઓનલાઈન પેમેન્ટ માટે કાર્ડને બદલે યુનિક ટોકન યુઝ કરવાનો રહેશે.

રિઝર્વ બેંકનું માનવું છે કે કાર્ડના બદલે ટોકનથી પેમેન્ટની વ્યવસ્થા લાગૂ થવાથી ફ્રોડના મામલા ઓછા થશે. હાલમાં ગ્રાહકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી લીક થવાથી તેમની સાથે ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે. પરંતુ આ નવી વ્યવસ્થાથી તેની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. RBIનું કહેવું છે કે- હાલમાં ઈ-કોમર્સ કંપની, મર્ચન્ટ સ્ટોર અને એપ વગેરે ગ્રાહકોના કાર્ડની માહિતી પેમેન્ટ કર્યા પછી પણ સેવ રાખતા હતા. ઘણી વખત ગ્રાહક પાસે કાર્ડ ડિટેલ્સ સ્ટોર કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન રહેતો ન હતો. આ માહિતી લીક થઈ જવા પર તેમને ચૂનો લાગવાની આશંકા બની રહેતી હતી. આ નવા નિયમથી આ ખતરો ઓછો થઈ જશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp