નિફ્ટીમાં નવી તેજીના સંકેત, બેન્ક નિફ્ટીમાં થાકના સંકેત દેખાયાઃ અનુજ સિંઘલ

PC: twitter.com/_anujsinghal

નવેમ્બર સીરીઝની એક્સપાઇરી પહેલા બજારમાં રોનક જોવા મળી રહી છે. નિફ્ટીએ તેજીની સેનચ્યુરી લગાવી છે. જ્યારે, બેન્ક નિફ્ટીએ ફરી નવો રેકોર્ડ તોડીને હાઇ બનાવ્યો છે. નિફ્ટી બેન્ક 43000ને પાર નીકળી ગયું છે. જ્યારે, અન્યોની સરખામણીમાં મિડકેપમાં એક્શન ઓછું નજરે પડી રહ્યું છે. PSU બેન્કોમાં તેજીનો 8મો દિવસ છે. ગયા 2 મહિનામાં PSU બેન્ક ઇન્ડેક્સ 42 ટકા ઉછળ્યો છે. બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક અને યુકો બેન્ક 3 ટકા ચડ્યા છે.

આ દરમિયાન IT શેરોમાં જોશ પાછો ફર્યો છે. નિફ્ટી IT ઇન્ડેક્સ લગભગ દોઢ ટકા ભાગ્યો છે. જ્યારે FMCG અને એનર્જી શેરોમાં પણ સારો એક્શન જોવા મળી રહ્યો છે. બપોરે 2 વગ્યાની આસપાસ સેન્સેક્સ 399.37 પોઇન્ટ એટલે કે, 0.64 ટકાના વધારા સાથે 61906.02ના સ્તર પર કારોબાર કરતું નજરે પડી રહ્યું હતું. જ્યારે નિફ્ટી 116 પોઇન્ટ એટલે કે, 0.62 પોઇન્ટના વધારા સાથે 18381.70ના સ્તર પર કારોબાર કરતું નજરે પડી રહ્યું હતું.

આવામાં કારોબારી દિવસના અન્ય બચેલા હિસ્સામાં કેવી રહી શકે છે બજારની દિશા અને નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં હવે કેવી રીતે થશે કમાણી, આ સવાલ પર પોતાનો જવાબ આપતા CNBC આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલે કહ્યું હતું કે, અનુજ સિંઘલે કહ્યું કે, બજારમાં આજે દિગ્ગજોનો દિવસ છે. નિફ્ટીમાં નવી તેજીના સંકેત ચોખ્ખા દેખાઇ રહ્યા છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં આજે થાકના સંકેત ચોખ્ખા નજરે પડી રહ્યા છે. જેવું કે તેમણે કહ્યું, આજે નિફ્ટીનો દિવસ હશે. જ્યારે મિડકેપમાં અંડરપર્ફોર્મન્સ ચાલુ જ છે. દરેકની નજર બજારના 3 વાગાના મૂવ પર છે.

નિફ્ટી પર બાકી બચેલા કારોબારી દિવસ માટે શું રણનીતિ હોઇ શકે આ વાત પર અનુજ સિંઘલે કહ્યું કે, નિફ્ટી 18350ની ઉપર ઘણું મજબૂત નજરે પડી રહ્યું છે. 18300, 18350 અને 18400 પર પુટ રાઇટિંગ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં કોલ ઓપ્શન પર નજર નાખીએ તો બેન્ક નિફ્ટી 43000નું સ્તર પાર કરવામાં થોડો સમય લાગી શકે છે. બેન્ક નિફ્ટીમાં 42900, 43000 અને 43100ના કોલ પર ધ્યાન આપવું જોઇએ. જ્યારે, પુટ ઓપ્શનમાં જોઇએ તો તેના માટે 42900, 42800, 42700ના પુટ પર ધ્યાન રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp