દેશમાં બનશે ડિજિટલ બેંક, કોઈ બ્રાંચ રહેશે નહીં- નીતિ આયોગનો પ્રસ્તાવ

PC: financialexpress.com

નીતિ આયોગે બુધવારે સંપૂર્ણ રીતે ટેક્નોલોજી આધારિત ડિજિટલ બેંક  ગઠિત કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ બેંક દેશમાં નાણાકીય પડકારોથી નિપટારો મેળવવા માટે સૈદ્ધાંતિક રીતે પોતાની સેવાઓની રજૂઆતને લઇ ફિઝિકલ બ્રાંચના સ્થાને ઈન્ટરનેટ અને અન્ય સંબંધિત ચેનલોનો ઉપયોગ કરશે.

આયોગે આ સંદર્ભમાં ડિજિટલ બેંકઃ ભારત માટે લાયસેસિંગ અને નિયામકીય વ્યવસ્થાને લઇ પ્રસ્તાવ શીર્ષક થી પ્રકાસિત ડિસ્કશન પેપરમાં આ રજૂઆત કરી છે. જેમાં ડિજિટલ બેંક લાયસેંસ અને વ્યવસ્થાને લઇ રૂપરેખા રજૂ કરવામાં આવી છે. પેપરમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ બેંક એજ રૂપમાં છે જેવું કે બેન્કિંગ નિયમન અધિનિયમ 1949માં છે.

આમાં કહેવામાં આવ્યું છે કે બીજા શબ્દોમાં આ સંસ્થાઓ જમા પ્રાપ્ત કરશે, લોન આપશે અને તે બધી સેવાઓની રજૂઆત કરશે જેની જોગવાઇ બેન્કિંગ કાયદામાં છે. જોકે નામ અનુસાર ડિજિટલ બેંક મુખ્ય રીતે પોતાની સેવાઓની રજૂઆત કરવા માટે ફિઝિકલ બ્રાંચના સ્થાને ઈન્ટરનેટ અને અન્ય સંબંધિત વિકલ્પોનો ઉપયોગ કરશે.

પેપર અનુસાર ભારતનું સાર્વજનિક ડિજિટલ ટ્રાન્સફર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને UPIએ સાબિત કર્યું છે કે કઇ રીતે ડિજિટલ રીતે વસ્તુઓને સુગમ બનાવી શકાય છે અને પહોંચ વધારી શકાય છે. UPI દ્વારા લેવડ-દેવડના હિસાબથી 4 લાખ કરોડ રૂપિયા પાર કરી દેવામાં આવ્યા છે.

નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે પેપરની ભૂમિકામાં લખ્યું છે. આમાં વૈશ્વિક પરિસ્થિતિઓને નજર રાખવામાં આવી છે અને તેના આધારે જ વિનિયમિત સંસ્થાઓના રૂપમાં ડિજિટલ બેંક ગઠિત કરવાની ભલામણ કરવામાં આવી છે. પ્રાપ્ત ટિપ્પણીઓના આધારે પરિપત્રને અંતિમ રૂપ આપવામાં આવશે અને નીતિ આયોગની ભલામણના રૂપમાં શેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp