વાર્ષિક 10,50000 સુધીના પગાર પર કોઈ ટેક્સ નહીં?મિડલ ક્લાસ કરદાતાને રાહતની તૈયારી

PC: gnttv.com

મધ્યમ વર્ગના કરદાતાઓને સરકાર તરફથી મોટી રાહત મળવાની આશા છે. એવા અહેવાલો છે કે, સરકાર આ બજેટમાં 10.5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પગાર પર ટેક્સ જવાબદારી ઘટાડી શકે છે. 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા આગામી બજેટમાં આની જાહેરાત થઈ શકે છે.

આ દરખાસ્તનો ઉદ્દેશ ધીમી અર્થવ્યવસ્થા અને વધતી જતી ફુગાવા વચ્ચે વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આ દરખાસ્ત દ્વારા, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મધ્યમ વર્ગના લોકોની નિકાલજોગ આવકમાં વધારો થશે, જે ગ્રાહકોની ખરીદ શક્તિમાં સુધારો કરી શકે છે. હાલમાં, રૂ. 3 લાખથી રૂ. 10.5 લાખની આવક પર 5 ટકાથી 20 ટકા સુધી ટેક્સ લાગે છે, જ્યારે રૂ. 10.5 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

ઓલ્ડ રીઝીમ: જેમાં ઘરનું ભાડું અને વીમા જેવી છૂટનો સમાવેશ થાય છે.

ન્યૂ રીઝીમ (2020): જે નીચા ટેક્સ દરો સાથે આવે છે, પરંતુ મોટાભાગની મુક્તિઓ દૂર કરવામાં આવી છે.

સૂચિત કટ દ્વારા, સરકાર વધુ લોકોને 2020 માળખું અપનાવવા માટે પ્રેરિત કરવા માંગે છે.

અહેવાલો અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર 2024માં ભારતની GDP વૃદ્ધિ સાત ક્વાર્ટરમાં સૌથી નબળી રહી છે. જ્યારે, ખાદ્ય ફુગાવાએ શહેરી પરિવારોની આવક પર દબાણ વધાર્યું છે, જેના કારણે વાહનો, ઘરગથ્થુ સામાન અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોની માંગ પ્રભાવિત થઇ રહી છે. નિષ્ણાતો માને છે કે, જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે તો ગ્રાહકોના હાથમાં વધુ નિકાલજોગ આવક આવશે, જે ભારતની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેક્સ કટના કદ અને અન્ય વિગતોને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય બજેટની તારીખની નજીક લેવામાં આવશે. જોકે, નાણા મંત્રાલયે આ દરખાસ્ત અથવા આવક પર તેની અસર વિશે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. એવું માનવામાં આવે છે કે, નવે રીઝીમમાં વધુ લોકો જોડાવાથી સરકારને આવકનું નુકસાન ભરપાઈ કરવામાં આવશે.

જો આ પ્રસ્તાવ લાગુ થશે તો, લાખો કરદાતાઓને રાહત મળશે. આ પગલું માત્ર આર્થિક પ્રવૃત્તિઓને વેગ જ નહીં આપે પરંતુ સરળ ટેક્સ માળખું અપનાવવાના સરકારના ઉદ્દેશ્યને પૂર્ણ પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp