માત્ર ડાયમંડ જ નહીં બધા ઉદ્યોગોને પ્રાઘાન્ય આપીશઃ દિનેશ નાવડીયા

PC: businesstoday.in

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં ઉપપ્રમુખ પદની ચુંટણી હવે ફાઇનલ થઇ ગઇ છે અને 21 એપ્રિલે રવિવારે સવારે 10થી 5 વાગ્યા દરમિયાન સરસાણા ખાતે આવેલા પ્લેટીનમ હોલમાં મતદાન થવાનું છે. બે ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે. khabarchhe.com સાથે ઉપપ્રમુખ પદના એક ઉમેદવાર દિનેશ નાવડીયા સાથે થયેલી ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, જો મને ઉપપ્રમુખ બનવાનો ચાન્સ મળશે તો હું માત્ર ડાયમંડ ઉદ્યોગ જ નહીં પણ સુરતના બધા ઉદ્યોગોને પ્રાધાન્ય આપીશ. તેમણે ચુંટણીમાં જીત મળવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અને 8 ટકાના દરે વિકાસ કરતા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના મહત્ત્વના ઉદ્યોગો ડાયમંડ, ટેક્સટાઇલ, રીઅલ એસ્ટેટ, કેમિકલ,  એગ્રીકલ્ચર, ફ્રુટ, ફલાવર અને હજીરામાં આવેલા મહાકાય ઉદ્યોગો સહિતના  ઉદ્યોગોનું પ્રતિનિધ્ત્વ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI)માં આ વખતે સિલેકશનને બદલે ઇલેક્શન કરવાનું નક્કી કરાયુ છે.

SGCCIની ઉપપ્રમુખ પદની ચુંટણીમાં જેમણે ઉમેદવારી નોંધાવી છે તેવા દિનેશભાઇ નાવડીયા અત્યારે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિજનલ ચેરમેન છે. ઉપરાંત તેઓ શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક અને બિઝનેસની સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. દિનેશભાઇ નાવડીયા સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પણ રહી ચુક્યા છે અને પોતાની ટીકુ જેમ્સ નામથી ડાયમંડ કંપની ચલાવે છે. નાવડીયા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ, વિશ્વ હિંદુ પરિષદ જેવી સંસ્થા સાથે સંકળાયેલા છે તો અક્ષર એજ્યુકેશન ટ્રસ્ટ નામથી સ્કુલ પણ ચલાવે છે.

નાવડીયાએ khabarchhe.com સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ચેમ્બર આજે એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે દેશભરમાં ખ્યાતિ પામેલી છે અને ઉદ્યોગોના પ્રશ્નો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માટેનું મોટું પ્લેટફોર્મ છે. ચેમ્બરના સભ્યો, વડીલો, મિત્રોનો તમામ લોકોનો સહયોગ મળી રહ્યો છે એટલે ચુંટણી જીતવાનો આત્મવિશ્વાસ વધ્યો છે. જો ઉપપ્રમુખ પદ તરીકેનો પદભાર મળશે તો ડાયમંડના નાના કારખેનાદારોને બેંકો તરફથી ધિરાણ મળતું નથી તે મુદ્દા અંગે સરકારમાં રજૂઆત કરીશ. ટેક્સટાઇલના પણ GSTને લગતા સવાલો છે તેની પર પણ ફોકસ કરીશ. એ સિવાય જે ઉદ્યોગોની સમસ્યા હશે તેને ઉકેલવાના બનતા પ્રયાસો કરીશ. જોઇએ હવે 21 એપ્રિલે ચુંટણી થવાની છે અને ચેમ્બરના 8000થી વધુ મતદારો મતદાન કરવાના છે ત્યારે ખબર પડશે કે ઉપપ્રમુખ પદનો તાજ કોના શિરે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp