ટ્રાન્ઝેક્શન ચાર્જ હવે ઘટાડી દેવા અથવા નાબૂદ કરવા વિચારણા

PC: blog.bazaarvoice.com

એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે, પરંતુ બીજી બાજુ કાર્ડના ઉપયોગમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ લગાવવામાં આવે છે, તેને કારણે ગ્રાહકને વધુ આર્થિક બોજો પડે છે અને તેને કારણે લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષાતા નથી, એ સમજાયા બાદ હવે ટ્રાન્ઝેક્શન ચાર્જ ઘટાડવા કે તેને નાબૂદ કરવા ભણીની વિચારણા ચાલી રહી છે.
રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડથી લેવડદેવડ ઉપર ચાર્જને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. દેશની રિઝર્વ બેંકે કહ્યું છે કે, આનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે

નાણાંકીય નીતિની દ્વિમાસિક સમીક્ષાના પરિણામો જાહેર કરતા રિઝર્વ બેંકે કહ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં ડેબિટ કાર્ડ લેવડદેવડમાં મોટો ઉછાળો આવ્યો છે. આને વધુ પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે ટ્રાન્ઝેક્શન ઉપર લાગનાર ચાર્જને ઘટાડી દેવા અથવા તો ખતમ કરવા ઉપર વિચારણા કરવાની વાત કરી છે. અત્રે નોંધનીય છે કે, કાર્ડ ટ્રાન્ઝેક્શન ઉપર લાગી રહેલા ચાર્જને ડિજિટલ પેમેન્ટથી લોકોને દૂર રાખી રહ્યાનું મંતવ્ય છે.

નિષ્ણાતો માને છે કે, લોકો પોતાના ખિસા હળવા કરીને કેશલેસ પેમેન્ટ પર સરકારને સાથ આપશે નહીં. હકીકતમાં કેન્દ્ર સરકારે નોટબંધી બાદ રોકડ લેવડદેવડને ઘટાડીને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ પગલા લીધા હતા. સરકારે ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈ આધારિત ભીમ એપ લોંચ કરવાની જાહેરાત કરી હતી. કાર્ડ ટ્રાન્ઝિક્શન માટે પોઇન્ટ ઓફ સેલ્સ મશીનોની સંખ્યા વધારી દેવામાં આવી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp