હવે પાન કાર્ડ વિના પણ કરી શકાશે પૈસાની લેવડ-દેવડ સહિતના આ કામ

PC: livemint.com

કેન્દ્ર સરકારે ઘણાં કામો માટે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડના ઉપયોગ માટે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. 6 નવેમ્બરના રોજ નાણાં મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડ્યા પછી સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ એ ઇન્કમટેક્સ એક્ટ 1962માં સુધારો કરી નવો નિયમ બનાવ્યો છે.

કેન્દ્ર સરકારે Income Tax Formsના ઘણા સેટમાં ફેરફાર કર્યા છે. આ સાથે સરકારે પણ ખાતરી આપી છે કે નિયમોમાં આ ફેરફાર થયા બાદ કોઈ પણ વ્યક્તિ પર તેને ખોટી અસર થશે નહિ. 1 સપ્ટેમ્બર, 2019થી તમે આવકવેરા માટે પાન નંબરને બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકો છો. આ પહેલા સામાન્ય બજેટ 2019માં નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે, પાન કાર્ડને બદલે આધારકાર્ડનો ઉપયોગ પણ માન્ય રહેશે.

આધાર કાર્ડની મદદથી ભરી શકાશે ઇનકમ ટેક્સ રીટર્નઃ

હવેથી જો કોઈની પાસે પાન કાર્ડ નથી, તો તેઓ તેના બદલે તેમના આધારકાર્ડનો ઉપયોગ કરી શકે છે. સામાન્ય કરદાતાઓ માટે આનો અર્થ એ છે કે પાન કાર્ડ વગર પણ, તેઓ તેમના આધારકાર્ડની મદદથી આવકવેરા રીટર્ન ફાઇલ કરી શકે છે.

પાનના બદલે આધારનો ઉપયોગઃ

નાણાકીય વર્ષમાં જો કોઈ વ્યક્તિની કમાણી કર મુક્તિ હેઠળ ન આવે, તો આવકવેરો ભરવો ફરજિયાત છે. નવો નિયમ અમલમાં આવ્યા બાદ પાન કાર્ડને બદલે આધારકાર્ડનો ઉપયોગ પણ કરી શકાશે.

ફોર્મ્સમાં ફેરફારઃ

આવકવેરા કાયદા 1962 હેઠળ આવતા આ નિયમોમાં ફેરફાર થયા પછી ફોર્મ નંબર 3AC, 3AD, 10CCB, 10CCBA, 10CCBB, 10CCBBA, 10CCBC વગેરેમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp