26th January selfie contest

રવિવારે ફરી વધ્યા પેટ્રોલના ભાવ, આખરે ક્રૂડની આ સંતાકૂકડીમાં ઘણાના ખિસ્સા કપાયા

PC: carwow.co.uk

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સળંગ થોડા પૈસાની કમી તો થોડા પૈસાની વૃધ્ધિ કરવામાં આવેલ છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડો થવાની અસર હાલમાં વર્તાવામાં આવી રહી છે. કિંમતો સળંગ બે દિવસ વધી રહી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 48 પૈસા તો ડિઝલ 59 પૈસા મોંઘુ થયું છે. રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ખરીદવા તમારે રૂ.69.73ની ચૂકવણી કરવાની રહેશે તો ત્યાંજ ડિઝલ માટે 63.69 રૂપિયા ચૂકવવાના રહેશે.

ક્રૂડની કિંમતમાં ગત અઠવાડિયે વધારો જોવા મળ્યો હતો. કિંમતોમાં વૃધ્ધિ થયા પાછળ ઓપેક દેશો તરફથી કાચા તેલના ઉત્પાદનમાં કરવામાં આવેલ ઘટાડો છે. સાઉદી અરબના અનર્જી મિનીસ્ટરે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેમને ભરોષો છે કે ઓપેક દ્વારા ગત વર્ષે અંતમાં આપૂર્તિમાં ઘટાડો કરવા અંગેની શરૂઆત કરવામાં આવી હતી તેમજ રૂસ સહિત કેટલાક સહયોગીઓ દ્વારા પુન: આપૂર્તિના ઉદ્દેશ્યથી ક્રૂડ બજારને સંતુલિત કરવામાં આવ્યું .

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp