સૌથી નીચા સ્તરે પાકિસ્તાની રૂપિયો, જાણો કેવી રીતે અસર કરી શકે છે ભારત પર

PC: againstthecompass.com

પાડોશી દેશ પાકિસ્તાનની કરન્સીની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે લગાતાર ત્રીજી વખત રૂપિયાની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) દ્વારા ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 14 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

1 ડોલરની સામે 119 રૂપિયા પર પહોંચ્યો પાકિસ્તાની રૂપયો:

1 ડોલરની સરખામણીમાં પાકિસ્તાનના રૂપિયાની કિંમત 119.85 થઈ ગઈ છે. ચર્ચા છે કે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તે IMC પાસેથી લોન લેશે. આ પહેલાં પાકિસ્તાને 2013માં IMF પાસે લોન લીધી હતી. એક્સપર્ટનું કહેવું છે કે IMF કરન્સીની વેલ્યૂ ઘટાડવા માટે કહી શકે છે. તેથી પાકિસ્તાન એવું બતાવવા માગે છે કે તે પહેલાંથી તેની તૈયારી કરી રહ્યું છે.

1 ડોલરની સરખામણીએ 125 રૂપિયાને આંબી શકે પાકિસ્તાની રૂપિયો:

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનો અંદાજ છે કે વર્ષના અંત સુધીમાં પાકિસ્તાની કરન્સીની વેલ્યૂ 125 રૂપિયાને આંબી શકે છે. જોકે કેટલાંક ટ્રેડર્સનું કહેવું છે કે SBPએ કિંમત નથી ઘટાડી. ડોલરની માગ વધવાથી પાકિસ્તાની કરન્સીની સ્થિતિ કથળી છે. SBPએ હસ્તક્ષેપ નહીં કર્યો અને તેની કિંમત પાડવા દીધી.

ચીન પાસે માગી મદદ:

પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં લગાતાર થતા ઘટાડા પર કાબૂ મેળવવા માટે પાકિસ્તાને પોતાના મિત્ર ચીન પાસે મદદ માગી છે. પાકિસ્તાન જો આમ ન કરે તો પાકિસ્તાનની ઈકોનોમી પર ખૂબ મોટું સંકટ આવી શકે એમ છે. એક્સપર્ટનું કહેવું છે કે પાકિસ્તાને નિકાસ વધારી આયાત ઓછી કરવા અંગે વિચારવું જોઈએ.

માત્ર 10 અબજ ડોલર વિદેશી ભંડોળ બાકી રહ્યું
20 લાખ કરોડ રૂપિયા (ભારતીય રૂપિયા અનુસાર)ની ઈકોનોમીવાળા પાકિસ્તાનની કરન્ટ એકાઉન્ટની ખોટ (CAD) GDPના 5.3% સુધી પહોંચી ગઈ છે. વિદેશી મુદ્રાનું ભંડોળ માત્ર 10 અબજ ડોલર રહી ગયું છે. આ ત્રણ વર્ષોમાં સૌથી ઓછુ છે અને તેનાથી માત્ર 2 મહિના સુધી આયાત કરી શકાય એમ છે.

6 મહિનામાં વિકાસશીલ દેશોની કરન્સીનું પ્રદર્શન:

પાકિસ્તાન - 14.00%

ફિલિપાઇન્સ પેસો - 5.32%

ભારતીય રૂપિયો - 4.73%

ઇન્ડોનેશિયાન રૂપિયો - 2.80%

ચીનનો યુઆન - 3.32%

સાઉથ કોરિયાનો વાન - 1.55%

તાઈવાનનો ડોલર - 0.66%

ભારત પર પણ પડશે અસર

પાકિસ્તાન મુખ્ય રીતે ગારમેન્ટ અને ચોખાની નિકાસમાં ભારતને ટકકર આપે છે. કેટલીક હદે સિમેન્ટ અને એન્જિનિયરિંગ ગુડ્સમાં પણ પાકિસ્તાન ભારતને ટક્કર આપે છે. ઓછો વિકસિત દેશ હોવાના કારણે પાકિસ્તાનમાંથી આયાત કરવા પર યુરોપમાં કોઈ ટેક્સ લાગતો નથી જ્યારે વિકાસશીલ દેશ હોવાના કારણે ભારતમાંથી આયાત પર ટેક્સ લાગે છે. કરન્સી સસ્તી હોવાના કારણે પાકિસ્તાનની એક્સપોર્ટ વધુ પતીસ્પર્સ્ધી બની શકે છે.

પાકિસ્તાન કરતા 8 ગણી મોટી ભારતની GDP

GDP:

ભારત: 160 (લાખ કરોડ રૂપિયા)

પાકિસ્તાન: 20 (લાખ કરોડ રૂપિયા)

CAD:

ભારત: 1.5% (GDPની સરખામણીએ)

પાકિસ્તાન: 5.3% (GDPની સરખામણીએ)

વિદેશી મુદ્રા ભંડોળ:

ભારત: 412 અરબ ડોલર

પાકિસ્તાન: 10 અરબ ડોલર

ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ 11 મહિનાની આયાત માટે પર્યાપ્ત છે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 2 મહિનાની આયાત થઈ શકે એટલું જ વિદેશી મુદ્રા ભંડોળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp