GSTમાં પેટ્રો પ્રોડક્ટ્સ હાલ નહીં, સસ્તી ચીજો પર વેરા ઘટશે

PC: Startup Choice.com

GST કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલિયમ પેદાશોને GSTમાં લાવવાની કોઇ હિલચાલ હાલ જોવા મળતી નથી પરંતુ GSTમાં એવી કેટલીક ચીજવસ્તુ છે કે જેમાં GSTના દર ઉંચા છે પરંતુ આવક મળતી નથી તેથી તેના દરો ઘટી શકે છે.

રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે વિવિધ રાજ્યોની ભલામણો પ્રમાણે GSTના દરમાં ફેરફાર થતો હોય છે. આ વખતે પણ પેટ્રોલિયમ પેદાશોને GSTમાં લાવવા અંગેની કોઇ ચર્ચા થવાની નથી. થોડા સમય પહેલાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે પેટ્રો પેદાશોને GSTમાં લાવવા માટે ક્રમશ પ્રયાસ કરાશે. જો કે કોઇ ટાઇમલાઇન નક્કી કરવામાં આવી નથી.

GST કાઉન્સિલની બેઠક 21મી જુલાઇએ યોજાવાની છે ત્યારે તેના એજન્ડા પ્રમાણે જે વસ્તુ પર GSTથી ખાસ આવક નથી તેના રેટ ઘટાડાશે. આવી ચીજવસ્તુઓમાં સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ અને કેટલીક સેવાઓનો સમાવેશ થાય છે.

વિવિધ ઉદ્યોગ સંગઠનો અને હિતધારકો સરકાર સમક્ષ GST ઘટાડવાની માગણી કરી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સંબંધિત ક્ષેત્ર અને રોજગારનું સર્જન કરે તેવા બિનસંગઠિત ક્ષેત્રમાંથી આવી માગણી વધુ પ્રમાણમાં થઇ રહી છે.

વિવિધ માગણીઓ અંગે કાઉન્સિલ વિચારણા કરશે. લોકોને મોટા પાયે સીધી સ્પર્શે તેવી વસ્તુઓ પર અને જેમના પર રેટ ઘટાડવાથી સરકારને થતી આવક પર ખાસ અસર નહીં થાય તેવી વસ્તુઓ પર રેટ ઘટાડાશે.

મોટાભાગની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ તથા સેનિટરી નેપકીન પર હાલમાં 12 ટકા GST લાગુ છે. આ વસ્તુઓ પર GST શૂન્ય કરી દેવાની માગણી થઈ રહી છે.

GST કાઉન્સિલની જાન્યુઆરીમાં મળેલી બેઠકમાં 54 સેવાઓ અને 29 વસ્તુઓ પર GSTના દર ઘટાડવામાં આવ્યા હતા. તે અગાઉ નવેમ્બર-2017માં 178 વસ્તુઓને સૌથી વધુ 28 ટકાના સ્લેબમાંથી હટાવીને તેમના પરના ટેક્સ ઘટાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ રેસ્ટોરન્ટ્સ પર GST ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો હતો. માત્ર સ્ટાર હોટેલો પર જ વધુ GST લાગુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp