એર ઈન્ડિયાના ખાનગીકરણને લઈને ઉઠી રહેલા સવાલો પર આખરે PM મોદીનો જવાબ

PC: theprint.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના અવકાશ ક્ષેત્રમાં ફાળો આપવા માટે આકાંક્ષા રાખનારા ઉદ્યોગોના સંગઠન ઈન્ડિયન સ્પેસ એસોસિએશનની શરૂઆત કરતા સોમવારે પોતાની સરકારની સુધાર સંબંધી પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરતા કહ્યું કે, દેશમાં ક્યારેય આટલી નિર્ણાયક સરકાર રહી નથી. પ્રધાનમંત્રી મોદીએ નુકસાનમાં ચાલી રહેલી સાર્વજનિક ક્ષેત્રની એયરલાઇન એર ઈન્ડિયાના ખાનગીકરણને લઇ સરકારની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ સરકારની પ્રતિબદ્ધતા અને ગંભીરતાને દર્શાવે છે. સાર્વજનિક ક્ષેત્ર વિશે સરકારની નીતિ એ છે કે જે ક્ષેત્રોમાં સરકારની જરૂરિયાત નથી, તેમને ખાનગી ઉદ્યોગો માટે ખોલવા જોઇએ.

પ્રધાનમંત્રીએ અવકાશથી લઇ રક્ષા સુધીના અનેક ક્ષેત્રોના દ્વારા ખાનગી એકમો માટે ખોલવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમની સરકારે રાષ્ટ્રીય હિત તથા વિભિન્ન હિતધારકોની આવશ્યકતાને ધ્યાનમાં રાખી છે. તેમણે કહ્યું કે, ભારતમાં આટલા મોટા સ્તરે સુધારા જોવા મળી રહ્યા છે કારણ કે તેમનું દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. જે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે.

જણાવીએ કે, એર ઈન્ડિયા હવે પોતાના સંસ્થાપક ટાટા ગ્રુપની પાસે આવી ગઇ છે. જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાએ 1932માં આ વિમાન કંપનીની સ્થાપના કરી હતી અને તેનું નામ ટાટા એયરલાઇન્સ રાખ્યું હતું. 1946માં ટાટા સંસના એવિએશન વિભાગને એયર ઈન્ડિયાના રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવ્યું હતું અને 1948માં યૂરોપ માટે સેવાઓ શરૂ કરવાની સાથે એર ઈન્ડિયા ઈન્ટરનેશનલની શરૂઆત કરી હતી. જોકે 1953માં એયર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આવતા ચાર દશકા સુધી આ ઘરેલૂ એરલાઇન કંપની એવિએશન ક્ષેત્રમાં રાજ કરતી રહી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત એવા અમુક દેશોમાં સામેલ છે. જેમની પાસે અવકાશ ક્ષેત્રમાં એન્ડ ટૂ એન્ડ ટેક્નોલોજી છે. સરકાર ભાગીદારીના રૂપમાં ઉદ્યોગો, યુવા ઉદ્યમીઓ અને સ્ટાર્ટ અપને મદદ કરી રહી છે અને કરતી રહેશે. અવકાશ ક્ષેત્રમાં સુધારાઓ માટે સરકારની કોશિશ ચાર સ્તંભો પર આધારિત છે. જેમાં ખાનગી ક્ષેત્રને સ્વતંત્રતા આપવી, સરકારની સામર્થ્ય પ્રદાન કરવાની ભૂમિકા ભજવવી, યુવાઓને ભવિષ્ય માટે તૈયાર કરવા તથા ક્ષેત્રની કલ્પના સામાન્ય નાગરિકોના વિકાસમાં સહાયતા પ્રદાન કરનારા સ્ત્રોતના રૂપમાં કરવું સામેલ છે.

સરકારે કહ્યું છે કે ISPAમાં સરકાર અને તેમની એજન્સીઓ સહિત ભારતીય અવકાશ ક્ષેત્રના દરેક પક્ષોની ભાગીદારી રહેશે. આના સંસ્થાપક સભ્યોમાં L&T, ટાટા ગ્રુપ, વનવેબ, ભારતીય એરટેલ, મેપમાઈઈન્ડિયા, વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ અને અનંત ટેક્નોલોજી લિમિટેડ સામેલ છે. આના અન્ય પ્રમુખ સભ્યોમાં ગોદરેજ, હ્યુજેસ ઈન્ડિયા, અજિસ્તા બીએસટી એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, બીઈએલ, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ અને મેક્સર ઈન્ડિયા સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp