હવામાં ઉગશે બટેટા, ઓછા ખર્ચમાં વધારે નફો મેળવશે ખેડૂત

PC: youtube.com

દેશના ખેડૂત હવે જમીન વિના, માટી વિના હવામાં જ બટેટા ઉગાડી શકશે. તો ઉત્પાદન પણ 10 ગણું થશે. હકીકતમાં હવે ખેડૂત પરંપરાગત ખેતીની જગ્યાએ એરોપોનિક  ટેક્નિકના પ્રયોગથી ઓછા ખર્ચમાં બટેટાના વધારે છોડ ઉગાડીને વધારે નફો મેળવી શકે છે. કેન્દ્ર દ્વારા ખડૂતો માટે નવી વિધિ કાઢવામાં આવી છે જેમાં જમીન વિના, માટી વિના હવામાં જ બટેટા ઊગશે અને ઉત્પાદન પણ 10 ગણું વધશે. હરિયાણાના કરનાલ સ્થિત બાગવાની વિભાગ હેઠળ બટેટા કેન્દ્ર ઉન્નત ખેતી કરવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે.

વિશેષજ્ઞોએ જણાવ્યું કે આ સેન્ટરનું ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાથે એક MOU થયું છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા એરોપોનિક પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. બટેટાની બીજ ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે ગ્રીન હાઉસ ટેક્નિકનો ઉપયોગ કરતા હતા જેમાં ઉત્પાદન ઘણું ઓછું થતું હતું. એક છોડથી 5 નાના બટેટા મળતા હતા જેને ખેડૂત ખેતરમાં રોપતા હતા. ત્યારબાદ માટી વિના કોકપિટમાં બટેટાનું બીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. તેમાં ઉત્પાદન લગભગ 2 ગણું વધી ગયું.

ત્યારબાદ એક પગલું વધુ આગળ વધતા એરોપોનિક ટેક્નિકથી બટેટાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેમાં માટી વિના, જમીન વિના બટેટાનું ઉત્પાદન થવા લાગ્યું. તેમાં એક છોડ 40-60 નાના બટેટા સુધી આપી રહ્યો છે જેને ખેતરમાં બીજ તરીકે રોપવામાં આવી રહ્યા છે. આ ટેક્નિકથી લગભગ 10-12 ગણું ઉત્પાદન વધી જશે. ડૉ. મુનિશ સિંઘલ સીનિયર કંસલનેન્ટે જણાવ્યું કે એરોપોનિક એક મહત્ત્વપૂર્ણ ટેક્નિક છે જેના નામથી જ સ્પષ્ટ થઈ જાય છે એરોપોનિક એક કે હવામાં જ બટેટાનું ઉત્પાદન કરવું.

તેમણે જણાવ્યું કે આ ટેક્નિકમાં જે પણ ન્યુટ્રિએન્ટ્સ છોડને આપવામાં આવે છે તો માટી માટે નહીં પરંતુ લટકતા મૂળિયાઓને આપવામાં આવે છે. આ ટેક્નિક દ્વારા બટેટાના બીજનું ખૂબ સારું ઉત્પાદન કરી શકો છો જે કોઈ માટીજન્ય રોગોથી રહિત હશે. ડૉ. મુનિશે જણાવ્યું કે પરંપરાગત ખેતીની તુલનામાં આ ટેક્નિક માટે વધારે સંખ્યામાં ઉત્પાદન મળે છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં આ ટેક્નિક દ્વારા સારી ગુણવત્તાવાળા બીજાની અછત પૂરી કરી શકાશે. કેન્દ્રમાં 1 યુનિટથી આ ટેક્નિકથી 20 હજાર વૃક્ષ લગાવવાની ક્ષમતા છે જેથી આગળ ફરી લગભગ 8-10 લાખ મિનિ ટ્યુબર્સ કે બીજ તૈયાર કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp