હવે લાગશે પ્રીપેઇડ વીજળી મીટર, 20 રૂપિયાનું રિચાર્જ પણ કરી શકશે લોકો

PC: livemint.com

દેશના દરેક ઘરોમાં વીજળીનું કનેક્શન લગી જશે એવા વાયદાની સાથે હવે મોદી સરકાર એક નવું લક્ષ્ય લઈને આવી છે. તેમનું લક્ષ્ય છે કે, દરેક ઘરને 24 કલાક વીજળી આપવી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉર્જા મંત્રીના બે દિવસના સમ્મેલનની શરૂઆત કરતા કેન્દ્રીય ઉર્જા મંત્રી રાજકુમાર સિંહે કહ્યું, દરેક ઘરોમાં વીજળી પહોંચી ચૂકી છે. માત્ર 16 મહિનાઓમાં 2.66 કરોડ ઘરોમાં વીજળી કનેક્શન આપી દેવામાં આવ્યા છે. આટલા ઓછા સમયમાં દુનિયામાં આવું કશે નથી બન્યું.

આ રીતે મળશે 24 કલાક વીજળીઃ

તેમણે કહ્યું, હવે સરકારનું નવું લક્ષ્ય દરેક ઘરોમાં 24 કલાક વીજળી પહોંચાડવાનું છે. સરકાર જે નવી ટેરિફ નીતિ લાવી રહી છે, તેમાં દરેક ઘરોમાં 24 કલાક વીજળી આપવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ જ્યાં કોઈ કારણ વિના પાવર કાપવામાં આવશે તો ડિસ્કોમ પર દંડ ફટકારવામાં આવશે. જેનું વિતરણ ગ્રાહકોને કરવામાં આવશે. આ નીતિને મંજૂરી માટે કેબિનેટની પાસે મોકલવામાં આવી છે.

ઉર્જા મંત્રીએ કહ્યું, દરેક કૃષિ પંપો પર સૌર ઉર્જા સંયંત્ર લાગશે, જેને ગ્રિડની સાથે જોડવામાં આવશે. ત્યાં બનનારી સોલાર વીજળીથી તેમનો પંપ ચાલશે. અને વધેલી ઉર્જા ગ્રિડને આપવામાં આવશે. જેથી ખેડૂતોને કમાણીની વધુ એક તર મળશે.

3 વર્ષમાં દરેકના ઘરોમાં પ્રીપેડ મીટરઃ

ઉર્જા મંત્રીએ કહ્યું, ત્રણ વર્ષમાં દરેક ઘરોમાં વીજળીના પ્રીપેડ મીટર લાગી જશે. જેના પર દરેક રાજ્યોની મંજૂરી છે. ઘણાં રાજ્યો તો આ કામને એક વર્ષની અંદર જ પૂરુ કરવા માંગે છે. જેનાથી ગ્રાહકો અને ડિસ્કોમ બંનેને ફાયદો થશે. ગરીબ ગ્રાહકો પણ 20 રૂપિયાનું વીજળી રિચાર્જ કરાવી શકશે. તો ડિસ્કોમને એડવાન્,માં પૈસા મળી જશે. અત્યાર સુધી તેમણે વીજળીનું બિલ બનાવવા માટે મીટર રીડર રાખવું પડતું હતું. અને ડિસ્કનેક્ટ કરવા માટે પણ કર્મચારી રાખવો પડતો હતો. પણ હવે પ્રીપેડ મીટર લાગી ગયા પછી તેનાથી છૂટકારો મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp